- ફિલિપિન્સમાં માર્ચ, એપ્રિલ અને મેમાં તાપમાન વધારે રહે છે
- દુષ્કાળના કારણે બંધના પાણીનું સ્તર નીચે આવ્યું છે
- પાણી સૂકાવવાથી વસ્તી ફરી પ્રકટ થઈ છે
ફક્ત ભારતમાં જ નહીં પણ અન્ય દેશમાં પણ દર વર્ષે પૂર આવે છે. આ પૂરમાં આખો સંસાર બર્બાદ થઈ જાય છે. અનેક ગામ ડૂબી જાય છે. ફિલિપિન્સમાં 1970ના દશકમાં બંધના પાણીમાં 300 વર્ષ જૂનું ગામ ડૂબી ગયું હતું.આ વર્ષે ફિલિપિન્સમાં દુષ્કાળ પડી રહ્યો છે.તેના કારણે ચમત્કાર થયો છે.દુષ્કાળના કારણે બંધના પાણીનું સ્તર નીચે આવ્યું છે. પાણી સૂકાવવાથી વસ્તી ફરી પ્રકટ થઈ છે.
ઉત્તરી ફિલિપિન્સના નુએવા એસિજા પ્રાંતમાં સ્થિત પેંટાબંગન બંઝના પાણીથી ચર્ચ અને મકબરા સહિત વસ્તીના કેટલાક ભાગ જોવા મળ્યા છે. કેમકે બંધનું જળ સ્તર સામાન્યથી લગભગ 50 મીટર નીચે સુધી ગયું છે. બંધનું નિર્માણ બાદ આ છઠ્ઠી વખત છે જ્યારે વસ્તી ફરી જોવા મળી છે. મળતી માહિતિ અનુસાર લાંબા સમય બાદ આ ગામ જોવા મળ્યું છે.
ફિલિપિન્સમાં શા માટે પડી રહ્યો છે દુષ્કાળ
ફિલિપિન્સમાં સામાન્ય રીતે માર્ચ, એપ્રિલ અને મેમાં તાપમાન વધારે રહે છે. આ વર્ષે અલ નીનોએ હવામાન ખરાબ કરી દીધું હતું. અલ નીનો એક જળવાયુ ઘટના છે, જે મધ્ય અને પૂર્વી પ્રશાંત મહાસાગરમાં સમુદ્રના તટથી સરેરાશ વધારે ગરમ તાપમાનની વિશેષતા છે, તેનાથી ફિલિપિન્સમાં સરેરાશ ઓછો વરસાદ થયો છે.
ફિલિપિન્સને માટે હવામાનનું પૂર્વાનુમાન
ફિલિપિન્સ હવામાન એજન્સીએ સોમવારે જાહેરાત કરી અને સંકેત આપ્યા કે આવનારા 3 દિવસમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. એજન્સીએ ચેતવણી જાહેર કરી કે તાપમાન અને ભેજ મળીને તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જે ખતરનાક સ્તર છે. સાથે જ હીટસ્ટ્રોકનો ખતરો પણ વધી ગયો છે.


