- દેશમાં કોરોનાના કેસમાં વધારો
- 24 કલાકમાં નવા 328 કેસ નોંધાયા
- 24 કલાકમાં દેશમાં એક મોત
દેશમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની જો વાત કરીએ તો આજે કોરોનાના 328 કેસ નોંધાયા છે. જેમાંથી 265 કેસ તો કેરળમાં જ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી એકનું મોત થયું છે. જ્યારે એક્ટિવ કેસની 2669થી વધીને 3 હજારની નજીક પહોંચી છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
- કેરળમાં 24 કલાકમાં 265 કેસ
- તામિલનાડુમાં 15, મહારાષ્ટ્રમાં 8 કેસ
- કર્ણાટકમાં 13 કેસ, ગુજરાતમાં 9 કેસ
- પુડુચેરીમાં 5 કેસ, રાજસ્થાનમાં 3 કેસ
- તેલંગાણામાં 5, ઉત્તરપ્રદેશમાં 1 કેસ
- રાજસ્થાનમાં નોંધાયા કોરોનાના નવા 3 કેસ
- જમ્મુ કાશ્મીરમાં 1, છત્તીસગઢમાં 3 કેસ
- બિહારમાં 2 કેસ આંધ્રપ્રદેશમાં 3 કેસ નોંધાયા
ગુરુવારે કેટલા કેસ નોંધાયા ?
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગુરુવારે છેલ્લા 24 કલાકમાં દેશમાં 358 નવા કેસ નોંધાયા હતા. કોવિડ-19 કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કોવિડના સબ-વેરિઅન્ટ JN.1ને કારણે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 2,669 પહોંચી હતી.. જેએન.1નો પ્રથમ દર્દી કેરળમાં જોવા મળ્યો હતો. તાજેતરના કેસ મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી આવ્યા છે.


