તા.12 જૂન સુધી વિદ્યાર્થીઓને મજા: તા.13 જૂનથી નવા સત્રનો પ્રારંભ
રાજયની પ્રાથમિક શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર થઈ છે. જે મુજબ 9 મેથી 12 જુન રહેશે ઉનાળું વેકેશન રહેશે. આ વેકેશન 35 દિવસનું રહેશે.13 જુનથી પ્રાથમિક શાળાઓ પ્રારંભ થશે. અટલે કે, પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે.
ઉનાળુ વેકેશનનો સમયગાળો તા.9 થી 12 સુધી સુધી રહેશે.શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે 35 દિવસનું ઉનાળુ વેકેશન 12 જૂને પૂર્ણ થશે. ત્યારબાદ 13 જૂનથી રાજ્યભરની શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે. નોંધનીય છે કે રાજ્યભરમાં શાળાઓમાં દિવાળી અને ઉનાળુ વેકેશન આપવામાં આવે છે. ઉનાળુ વેકેશન મુખ્ય પરીક્ષા બાદ આવે છે. ત્યારબાદ દરેક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થાય છે.
રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં આગામી તા.9મી મેના રોજથી ઉનાળું વેકેશનનો પ્રારંભ થશે. ગત શુક્રવારે સરકાર તરફથી ઉનાળુ વેકેશનમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા તા.9 મે થી 23 જૂન થી 46 દિવસ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જો કે વિદ્યાનગરની સ.પ.યુનિ.માં સ્નાતક કક્ષા માટે ગત તા.22 મી એપ્રિલથી વેકેશનનો પ્રારંભ થયો તા.15જૂનથી સ્નાતક કક્ષા માટે બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ શૈક્ષણિક સત્ર સેમેસ્ટર-3 અને 4 ઉપરાંત પીજી સેમેસ્ટર 3 માટે આગામી 24મી જૂનથી શરૂ થશે અને 14મી ડિસેમ્બરે પૂર્ણ કરાશે.


