By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    59 minutes ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    3 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    4 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે આજે 'મિની એશિઝ' મુકાબલો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે આજે 'મિની એશિઝ' મુકાબલો

agragujaratnews
Last updated: 2023/11/04 at 1:04 AM
2 years ago
Share
ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે આજે 'મિની એશિઝ' મુકાબલો
SHARE

  • ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી નોકઆઉટ કરવાના ઇરાદા સાથે રમશે
  • ઓસ્ટ્રેલિયાએ માર્શ અને મેક્સવેલના વિકલ્પ શોધવા પડશે
  • ઇંગ્લેન્ડના બોલર્સે વધારે શિસ્તબદ્ધ બોલિંગ કરવી પડશે

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ માટે વર્તમાન વર્લ્ડ કપમાં સ્થિતિ એકદમ અલગ છે. એક ટીમ સેમિફાઇનલમાં પહોંચવા માટે મક્કમતાથી આગળ વધી રહી છે ત્યારે 2019ની ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ છેલ્લેથી બીજા ક્રમે છે. બંને ટીમ વચ્ચે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘મિની એશિઝ’ સમાન મુકાબલો રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ આઉટ ઓફ ફોર્મ રહેલી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી ‘નોકઆઉટ’ કરવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરશે. પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પોતાની બેટિંગ વડે સતત ચાર વિજય મેળવીને ખરાબ અભિયાનને ફરીથી પાટા ઉપર લાવવામાં સફળ રહી છે. તે આઠ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી રમાશે.

બેટિંગની નિષ્ફળતાના કારણે ઇંગ્લેન્ડને ચાર મેચમાં પરાજયનો સામનો કરવો પડયો છે. ઇંગ્લિશ ટીમ છેલ્લી ત્રણ મેચમાં 170 કે તેથી ઓછા સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. અમદાવાદમાં રમાનારી મેચ પહેલાં બંને ટીમો અલગ અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પોતાના બે મહત્ત્વપૂર્ણ ખેલાડી મિચેલ માર્શ તથા ગ્લેન મેક્સવેલના વિકલ્પ શોધવા પડશે. માર્શ વ્યક્તિગત કારણોસર વતન પરત ફર્યો છે અને તેનું પરત ફરવું અનિશ્ચિત છે. મેક્સવેલને ગોલ્ફ કાર્ટમાંથી પડી જવાના કારણે માથામાં ઈજા થઈ છે. બંનેની ગેરહાજરીમાં કેમરુન ગ્રીન અને સ્ટોનિસને રમાડવામાં આવે તેવી સંભાવના છે.

વિજય મેળવવા ઇંગ્લેન્ડ તમામ વિકલ્પ વિચારશે

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપનો ઓપનિંગ મુકાબલો અમદાવાદમાં જ હારી ગઈ હતી. વિજયપથ ઉપર પરત ફરવા માટે ઇંગ્લેન્ડ પોતાના ઉપલબ્ધ તમામ વિકલ્પને અજમાવવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થાય તેવી પૂરી સંભાવના છે. હેરી બ્રૂક ટીમમાં પાછો ફરે તેવા સંકેત મળ્યા છે. ઈજાગ્રસ્ત રિસ ટોપ્લેના સ્થાને બ્રાઇડન કાર્સને પણ રમાડવામાં આવી શકે છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે સીધું ક્વોલિફાય કરવા માટે પોતાની આશાઓને જીવંત રાખવા માટે ઇંગ્લેન્ડે પોતાનું સર્વશ્રોષ્ઠ પ્રદર્શન કરવું પડશે. વિશ્વ કપની ટોચની સાત ટીમો જ પાકિસ્તાનમાં રમાનારી 50 ઓવર્સની ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી શકે તેમ છે.

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડનો રેકોર્ડ 6-3નો છે

બંને ટીમો વચ્ચેની મેચોનો ઇતિહાસ જોઈએ તો ઇંગ્લેન્ડે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામેની કુલ 155 મેચમાં 87 મેચ ગુમાવી છે. વર્લ્ડ કપમાં તે 3-6ના સ્કોરથી પાછળ છે પરંતુ ઇંગ્લેન્ડ વળતો પ્રહાર કરવા માટે પણ જાણીતી છે. ચાલુ વર્ષની એશિઝ શ્રેણી 2-2થી સરભર રહી હતી. ઓસ્ટ્રેલિયા સતત ત્રણ વખત 350 પ્લસનો સ્કોર નોંધાવી ચૂક્યું છે અને કાંગારુ ટીમ વચ્ચે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પાંચ સદી નોંધાયેલી છે જેમાં બે વોર્નરના નામે છે. ઇંગ્લેન્ડ તરફથી માત્ર એક સદી નોંધાઈ છે. વર્લ્ડ કપ બાદ ક્રિકેટને અલવિદા કરનાર ઇંગ્લેન્ડનો ડેવિડ વિલી પણ છેલ્લી તકોનો શાનદાર ઉપયોગ કરવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે. માર્ક વૂડ, ક્રિસ વોકિસ તથા સ્પિનર આદિલ રાશિદે વધારે જવાબદારીથી બોલિંગ કરવી પડશે.

You Might Also Like

England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન

13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન

Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ

India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ

Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
સ્પોર્ટ્સ

Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?

By 2 days ago
Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં
Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન
'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?