- વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છશે
- હજુ સુધી દક્ષિણ આફ્રિકામાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી ભારત
- વિરાટ કોહલીએ તેની બહેન ભાવના કોહલી ઢીંગરા વિશે કેટલીક વાતો જણાવી
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટેસ્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છશે. ODI વર્લ્ડ કપ 2023 ભારત અને વિરાટ કોહલી માટે શાનદાર રહ્યો હતો. વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવ્યા હતા. ફાઇનલમાં વિરાટ કોહલીએ 54 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે આ વર્લ્ડ કપ 765 રન સાથે પૂરો કર્યો. આ દરમિયાન વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો વનડેમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
કોહલીના બેટમાંથી રનની અપેક્ષા
વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. ભારતીય ટીમ અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. જો ભારત આ વર્ષે ઈતિહાસ રચવા ઈચ્છે છે તો વિરાટ કોહલી માટે રન બનાવવા ખૂબ જ જરૂરી છે. ટીમ દક્ષિણ આફ્રિકા સામે વિરાટ કોહલીના બેટથી મોટા રનની અપેક્ષા રાખશે.
પોતાની બહેન વિશે કહી આ વાત
દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા વિરાટ કોહલીએ એક જૂનો કિસ્સો શેર કર્યો છે. વિરાટ કોહલીએ તેની બહેન ભાવના કોહલી ઢીંગરા વિશે કેટલીક વાતો જણાવી હતી. વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં તેની મોટી બહેન વિશે જણાવ્યું કે તે તેની મોટી બહેનને ‘તુ’ કહીને બોલાવતો હતો અને આ આદત ઘણા સમયથી હતી, જેને તેની બહેને સુધારી હતી.
બહેને વિરાટની આદત સુધારી
વિરાટ કોહલીની બહેન તેને ‘તુ’ કહીને બોલાવતા ગુસ્સે થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે મારી બહેને મને ખૂબ માર્યો છે, હું તેની સાથે તુ..તુ.. કહીને વાત કરતો હતો. મને આવી રીતે વાત કરવાની આદત હતી. મને ખબર નથી કે શું થયું, એક દિવસ મારી બહેન ગુસ્સે થઈ ગઈ અને પછી તેણે મને એટલો જોરથી માર્યો કે મારા મોઢામાંથી તું નીકળવાનું બંધ થઇ ગયું. હવે બહાર આવું તો લોકોને તમે કેમ છો, તમે શું કરો છો, આવી રીતે વાત કરું છું.
બીજી ઘટના શેર કરતા વિરાટ કોહલીએ કહ્યું કે જ્યારે તે લગ્ન વગેરેમાં જતો હતો ત્યારે તે લોકોને નોટો ઉડાવતા ડાન્સ કરતા જોતો હતો. તેને આ જોઈને ખૂબ આનંદ થયો. એકવાર ઘરમાં કોઈ આવ્યું અને તેણે 50 રૂપિયા આપ્યા. મેં તે નોટના ટુકડા કરી નાખ્યા, સીડી પરથી તેને ઉડાવી અને નોટની નીચે નાચવા લાગ્યો.


