- ફિલ્મ ‘રસ્ટ’ના શૂટિંગ દરમિયાન સિનેમેટોગ્રાફરનું થયું હતું મોત
- બાલ્ડવિન વિરુદ્ધ બેદરકારીથી પ્રોપ-ગનનો ઉપયોગ કરવાનો આરોપ
- ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે સેટ પર સુરક્ષા પ્રોટોકોલને લઈને કોઈ ભૂમિકા નથી: વકીલ
ફિલ્મ અભિનેતા એલેક બાલ્ડવિને ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની સામે લગાવવામાં આવેલ હત્યાના આરોપોને રદ્દ કરવાની માંગ કરી છે. બાલ્ડવિનના વકીલે ન્યૂ મેક્સિકોની કોર્ટમાં અપીલ કરી છે. વર્ષ 2021માં ફિલ્મ ‘રસ્ટ’ના શૂટિંગ દરમિયાન ફિલ્મની સિનેમેટોગ્રાફર હેલિના હચિન્સનું ગોળી વાગવાથી મોત થયું હતું. આ મામલામાં ક્રૂ મેમ્બરે ફિલ્મના એક્ટર અને પ્રોડ્યુસર એલેક બાલ્ડવિન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
બાલ્ડવિનના વકીલોએ કરી દલીલો
બાલ્ડવિનના વકીલે કોર્ટમાં કહ્યું છે કે હવે બહુ થયું. તંત્ર દ્વારા આ દાદાગીરી કરવામાં આવી રહી છે. સાથે જ, તે નિર્દોષ નાગરિકોના અધિકારો પર પણ જુલમ છે. બાલ્ડવિનની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ પક્ષે હજુ સુધી એક પણ ગવાહોને સાક્ષી આપવા માટે બોલાવ્યા નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાલ્ડવિન એક ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે ફિલ્મો સાથે સંકળાયેલા છે અને ફિલ્મના સેટ પર સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવામાં તેમની કોઈ ભૂમિકા નથી.
એલેક બાલ્ડવિન પર બિન-ઇરાદાપૂર્વકની હત્યા તેમજ હથિયારોની સાથે બેદરકારી ભર્યું વલણ રાખવાનો પણ આરોપ છે. માનવામાં આવે છે કે બાલ્ડવિન સામેના કેસની સુનાવણી જુલાઈથી શરૂ થઈ શકે છે.
જાણો શું છે સમગ્ર મામલો?
ઑક્ટોબર 21, 2021ના રોજ ન્યૂ મેક્સિકોમાં ફિલ્મ રસ્ટના શૂટિંગ દરમિયાન એલેક બાલ્ડવિનને પ્રોપ ગનથી ગોળી ફાયર થઈ હતી. જેના કારણે સિનેમેટોગ્રાફર હલિના હચિન્સનું મોત થયું હતું અને ફિલ્મના ડિરેક્ટર જોએલ ડિસોઝા ઘાયલ થયા હતા. બાલ્ડવિન દાવો કરે છે કે તેણે ગોળી નથી ચલાવી અને પ્રોપ ગનમાં નકલી બુલેટ્સ હોવી જોઈતી હતી, પરંતુ તેમ સાચી ગોળીઓથી ભરેલી હતી. બાલ્ડવિન પર કેસ દાખલ કરનાર ક્રૂ મેમ્બરનો દાવો છે કે ફિલ્મના નિર્માતા તરીકે બાલ્ડવિને ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રોપ ગન એક હથિયાર છે. ક્રૂ મેમ્બરે બેલ્ડવિન પર પ્રોપ ગનનો બેદરકારીપૂર્વક ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો.


