- લગ્ન પ્રસંગે જતા વખતે નડ્યો અકસ્માત
- એક પુરૂષ અને 3 મહિલાઓના મોત થયા
- ફાંગલીથી ચારણકા રોડ પર સર્જાયો અકસ્માત
પાટણના સાંતલપુરમાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જેમાં લગ્ન પ્રસંગે જતા વખતે અકસ્માત નડ્યો છે. એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે. એક પુરૂષ અને 3 મહિલાઓના મોત થયા છે. ફાંગલીથી ચારણકા રોડ પર અકસ્માત સર્જાયો છે.
કાર વચ્ચે ઢોર આવતા અકસ્માત થયો હતો
કાર વચ્ચે ઢોર આવતા અકસ્માત થયો હતો. જેમાં સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી. જેમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાંતલપુરમાં કરુણ ઘટના સર્જાઈ છે. લગ્ન અવસરે જઈ રહેલ જોષી પરિવારના 4 સભ્યના મોત થયા છે. જેમાં સ્વીફ્ટ કાર આડે જંગલી પ્રાણી આવતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવત કાર પાણી ભરેલ ખાડામાં ખાબકી હતી. કાર પાણી ભરેલ ખાડામાં ખાબકતા કારમાં સવાર 4 ના મોત થયા છે.
અકસ્માતને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ઘટનામાં જોષી પરિવારના ચાર સભ્યના મોત થયા છે. કારમાં સવાર 1 પુરુષ 1 મહિલા 2 યુવતીના મોત થયા છે. તમામ મૃતદેહને પીએમ અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ અકસ્માતને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


