- સ્ટીલ કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો
- ભઠ્ઠીમાં વિસ્ફોટ થતાં 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- 4 લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા
અંજારમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. અંજારના બુઢારમોરામાં આવેલી એક સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં બ્લાસ્ટ થતાં ત્યાં કામ કરતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. બ્લાસ્ટનો અવાજ એટલો ભયંકર હતો કે આસપાસમાં લોકો ડરી ગયા હતા.
સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો
સમાચાર મળી રહ્યાં છે કે, કચ્છમાં આવેલા અંજાર ખાતેના બુઢારમોરામાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં એક બ્લાસ્ટ થયો હતો. કેમો સ્ટીલ કંપનીમાં એક ભટ્ઠીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. કંપનીમાં આવેલી એક લોખંડની ભટ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. ભઠ્ઠીમાં ધડાકાભેર વિસ્ફોટ થયો હતો. સ્ટાલની કંપનીમાં આવેલી ભઠ્ઠીમાં લોખંડ પીગળાવતા હતા તે સમયે બ્લાસ્ટ થયો હતો. જેમાં 10 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા.
4 લોકોને અમદાવાદ ખાનગી હોસ્પિટલ ખસેડાયા
અંજારમાં આવેલી કેમો સ્ટીલ કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતાં મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં 4 લોકો અતિગંભીર રીતે દાઝી ગયા હતાં જેમને અંજારમાં આવેલી હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તેમની હાલત અત્યંત નાજુક હોવાને કારણે તેમને અમદાવાદમાં એક ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ
અંજારમાં કેમો સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનાત આસપાસના વિસ્તારમાં લોકોમાં ફફટાડ ફેલાઈ ગયો હતો. આસપાસના લોકોએ ભાગદોડ મચાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ દોડી આવી હતી. પાલીસે ઘટનાની જાણ થતાં જ વધુ તપાસ હાથ ધરી હતી.


