- ખોદકામ દરમિયાન વિશાળ મહેલ મળી આવ્યો
- પ્રાચીન સભ્યતા, સંસ્કૃતિનો અભ્યાસ કરવામાં મદદ મળશે
- અવશેષોને લઈ વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવામાં આવશે
ચીનમાં ચાર હજાર જૂનો વિશાળ મહેલ મળ્યો, ભવ્યતા જોઈ નિષ્ણાતોની ટીમની આંખો પહોળી થઈ ગઈ હતી. ચીનના હેનાન પ્રાંતમાં એક વિશાળ મહેલની શોધ થઈ છે. આ મહેલ ચાર હજાર વર્ષ જૂનો છે અને શિયા રાજવંશના સમયનો હોવાનું મનાઈ રહ્યું છે. આ શોધખોળને લીધે દુનિયાના પુરાતત્વવિદોનું ધ્યાન પણ આ તરફ ખેંચાયું છે. આ મહેલ ચીનના હેનાન પ્રાંતમાં આવેલો હતો. જે શહેરમાં આ મહેલ છે તેની ચારેબાજુ વિશિષ્ટ દીવાલથી ઘેરાયેલો હતો. અવશેષોથી ભરેલો આ સમગ્ર વિસ્તાર 17 હેકટરમાં ફેલાયેલો છે.
ચીન દેશની સરકારી એજન્સીએ આ મહેલની શોધની જાણકારી આપી હતી. પુરાત્ત્વવિદોએ થોડા વર્ષ અગાઉ ઝેંશુઈ નદીના પૂર્વ કિનારે આ પ્રાચીન શહેરના અવશેષોને શોધી કાઢ્યા હતા. આ પ્રાચીન શહેર આશરે 176000 વર્ગ મીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. પ્રાચીન શહેર લોંગશન સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. આ ચીનની એક પ્રાચીન સભ્યતા હતી. જે આજે હેનાન પ્રાંત અને તેની આસપાસના ક્ષેત્રોમાં નિવાસ કરતી હતી. શોધી કાઢવામાં આવેલા આ રાજમહેલના અવશેષોના પાયા પણ સામેલ છે. જે માટીમાં ચોક અથવા ચૂના જેવી કાચી સામગ્રીને દબાવીને બનાવવામાં આવ્યો હતો.
ચીનનો મહેલ કેટલો વિશેષ?
પુરાતત્વવિદોએ ખોદી કાઢેલા આ વિશાળ મહેના અવશેષશ આશરે 60 મીટર લાંબા અને પહોળા છે. જે 1800 વર્ગ મીટરથી વધુ ક્ષેત્રફળમાં ફેલાયેલા છે. જે વચ્ચેથી ઊંચું અને ચારેબાજુથી નીચું છે. જેની ઉપર સમલત સપાટી અને સ્તંભોના છેદ સમાન અંતર પર બનેલું છે. મહેલની સંરચનામાં બનેલા છેદથી સંકેત મળે છે કે તે કેવું દેખાતું હશે. ખોદકામ કરનારી ટીમના પ્રમુખના દાવા પ્રમાણે આ છેદ દર્શાવે છે કે પાયો દક્ષિણ અને ઉત્તરમાં હતો. વચ્ચેનું પરિસર ખાલી અને બાજુમાં આવાસ હતા.
હેનાન પ્રાંતમાં જ એક અન્ય પ્રાચીન શહેર ઝોઉકોઉમાં વધુ પુરાતાત્વિક શોધ કરાઈ હતી. આ અંગે માનવામાં આવે છે કે લોંગશાન સંસ્કૃતિ અને શિયા રાજવંશના કાળના છે. સંશોધનકર્તાને મંદિર સ્થળે રાખના ખાડા અને અન્ય વસ્તુઓના અવશેષ મળ્યા છે. આ શોધમાં સૌથી મહત્ત્વપૂર્ણ શોધ માટીના સ્તંભો અને માટીની ભીંતોથી બનેલા બે ગોળાકાર ભવનોન અવશેષ હતા. આનો ઉપયોગ અનાજ ગોડાઉન તરીકે કરાતો હતો. આ શોધ દરમિયાન પ્રાચીન કૃષિ પ્રથાઓ પર પ્રકાશ પડશે. હેનાન પ્રાંત જુદાજુદા પ્રાચીન ચીની રાજવંશોના સમયથી અનેક પુરાતાત્વિક શોધોનું ઘર છે.


