- ગુજરાતમાં ચારેકોર દિવાળીનો માહોલ
- ધનતેરસનો આજે છે પાવન તહેવાર
- 40 હજાર જવાનોને નથી મળ્યો છેલ્લા 1 માસથી પગાર
ગુજરાતમાં હાલમાં ચારેકોર દિવાળીનો માહોલ છે, લોકો મન મૂકીને માર્કેટમાંથી ખરીદી કરી રહ્યા છે અને વેપારીઓ પણ હાલ સારા નફાની આશાથી ખુશખુશાલ છે. ટૂંકમાં દરેક પરિવારોમાં દિવાળીની ખુશીઓનો માહોલ છે ત્યારે ગુજરાતના 40000 પરિવારો માટે દિવાળીનો તહેવાર નિરાશાની ભેટ લાવ્યો છે.
આવું એટલા માટે છે કેમકે ગુજરાતના 40 હજાર જવાનો છેલ્લા 1માસથી પોતાના પગારથી વંચિત છે. આ જવાનોમાં જીઆરડી અને એસઆરડીના જવાનો સામેલ છે. મહત્વનું છે કે આવા રાજ્યમાં કુલ 40 હજાર જેટલા જવાનો છે જેમને છેલ્લા 1 મહિનાથી પગારની ચૂકવણી કરવામાં આવી નથી. દિવાળી ટાણે તો અમુક કંપનીઓ બોનસની જાહેરાત કરે છે અથવા પોતાના કર્મચારીઓને અન્ય રીતની ભેટ આપે છે, અથવા પગારની ચૂકવણી પહેલા કરી દે છે પરંતુ ગુજરાતના વિવિધ સરકારી ભવનોની સુરક્ષા સંભાળતા આ 40 હજાર જવાનોને હજુ સુધી પોતાનો છેલ્લા 1 મહિનાનો પગાર મળ્યો નથી. જેથી આ પરિવારોની દિવાળી સુધર્યાના બદલે બગડી એવું નક્કી માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં દિવાળીનો તહેવાર શરૂ થઈ ચૂક્યો છે. આજે ધનતેરસનો તહેવાર છે. લોકો તેમના પરિવારો સાથે ખુશીઓ મનવવા માટે વતનમાં પહોંચી રહ્યા છે અને માર્કેટમાં ખરીદી માટે ઉમટી રહ્યા છે ત્યારે ગુજરાતના 40 હજાર જવાનોના પરિવારો આ ખુશીઓથી વંચિત છે. તેમને દિવાળી ટાણે જ પગારની વંચિતતનાનો સામનો કરવો પડી રહ્યો છે. જેનાથી દિવાળી ટાણે જ આ પરિવારોની ખુશીઓને જાણેકે કોઈની નજર લાગી હોય એવું જણાઈ રહ્યું છે.
છેલ્લા 1 માસથી પગારથી વંચિત 40 હજાર જેટલા GRD-SRD જવાનો માટે દિવાળી બગડી છે. દિવાળીના તહેવારને માત્ર 24 કલાકનો સમય બાકી છે ત્યારે હજુ સુધી પગાર ન થતાં જીઆરડી અને એસઆરડી ના જવાનોના પરિજનો દિવાળી બગડશે એ નક્કી માનવામાં આવી રહ્યું છે. રાજ્યભરના જીઆરડી અને એસ.આર.ડીના જવાનો પણ દિવાળી જેવા મહાપર્વને ઉજવી શકે તે માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને આ જવાનોને પગારની ચૂકવણી દિવાળી પહેલા થઈ જાય એવી આ જવાનોની માગણી છે. ગુજરાત કામદાર મહાસંગઠન મંચ દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રાજ્યના જી.આર.ડી અને એસ.આર. ડી માં ફરજ બજાવતા તમામ જવાનોનો પગાર તાત્કાલિક અસરથી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.


