- અમદાવાદ સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ
- કોરોના સાથે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો
- ધીમેધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા
ગુજરાતમાં કોરોનાના 42 એક્ટિવ કેસ છે. જેમાં સિવિલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ કોરોના સાથે સ્વાઇન ફ્લુના કેસમાં પણ વધારો થયો છે. ધીમેધીમે કોરોનાના કેસ ફરી વધતા લોકોમાં ચિંતા વધી છે.
સિવિલ હોસ્પિટલ ખાતે 5 દર્દીઓની સ્વાઇન ફ્લૂના કારણે દાખલ
હાલમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે 5 દર્દીઓની સ્વાઇન ફ્લૂના કારણે દાખલ છે. જેમની હાલમાં સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર ચાલી રહી છે. જેમાંથી 3 પુરુષ અને બે મહિલાઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓની ઉંમર 32થી 65 વર્ષ વચ્ચેની છે. 5 દર્દીઓમાંથી 2 દર્દીઓને વેન્ટિલેટર, એક દર્દીને બાઈપેપ, એક દર્દીને ઓક્સિજન તેમજ અન્ય એક દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
કોવિડ 19ના ત્રણ દર્દીમાંથી બે મહિલાઓ
કુલ 5 દર્દીમાંથી 4 દર્દીને કોમોર્બિડિટી એટલે કે અગાઉથી જ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અથવા હૃદયની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કોવિડ 19ના ત્રણ દર્દીમાંથી બે મહિલાઓ અને એક પુરુષ હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તમામ દર્દીઓને હાલમાં ઓક્સિજન આપીને તેમની તબિયતમાં સુધારો લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.


