- ચિલીની જંગલમાં આગથી ભારે જાનમાલની ભારે ખુવારી
- તંત્રએ ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ લીધી
- હજી મોતનો આંકડો વધે તેવી તંત્રએ આશંકા વ્યક્ત કરી
મધ્ય અને દક્ષિણ ચિલીના જંગલોમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. જંગલમાં લાગેલી આગને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં હજી વધારો થવાની સંભાવના છે. બચાવ ટુકડી સાવચેતીના પગલાં તરીકે બળી ગયેલા ઘરોની શોધ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ ફેલાઈ રહી છે, જેના કારણે ખતરો વધુ વધી ગયો છે. ભયાનક આગને જોતા ચિલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
ચિલીમાં જંગલમાં લાગેલી આગને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. દેશભરમાં 150થી વધુ જગ્યાએ આગ લાગી છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. આગની ઘટનાઓમાં ઓછામાં ઓછા 46 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. બચાવ ટીમ રાહત કાર્યમાં લાગેલી છે.
ચિલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ નવી વાત નથી, પરંતુ તેના કારણે અનેક લોકોના મોત થાય છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે અને આ જ કારણ છે કે સંકટ વધુ વધ્યું છે. આગ મુખ્યત્વે દરિયાકાંઠે આવેલા વાલપરાઈસો પ્રવાસી વિસ્તારની આસપાસ ફાટી નીકળી હતી, જ્યાં હજારો હેક્ટર જંગલનો નાશ થયો છે. દરિયાકાંઠાનું શહેર ધુમાડાથી ભરેલું છે અને આકાશ ધુમ્મસથી ઢંકાયેલું છે. લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.


