- અફઘાનિસ્તામાં સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા
- ધરતીકંપથી લોકોમાં ડરનો માહોલ
- નવા વર્ષે કુદરતી કેર યથાવત્
જાપાન બાદ હવે અફઘાનિસ્તાનમાં સતત ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. બુધવારની બપોરે 1.54 મિનિટે બદખ્શાં પ્રાંતમાં રિક્ટર સ્કેલ ઉપર 5.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાજિકિસ્તાનના ઈશઅકોશિમમાં આશરે 15 કિલોમીટર દક્ષિણમાં હતું ભૂકંપનું કેન્દ્ર જમીનના પેટાળમાં 125 કિલોમીટર ઊંડાણમાં હતું. જો કે ભૂકંપના હળવા આંચકા ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાન, ઉત્તરી પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. અધિકારીઓએ કોઈપણ પ્રકારના નુકસાનની સૂચના નહીં મળ્યાનો દાવો કર્યો હતો. મહત્ત્વની વાત એ હતી કે માત્ર 30 મિનિટના અંતરે અફઘાનિસ્તામાં બે ભૂકંપ આવ્યા હતા. ભૂકંપને લીધે લોકો રીતસરના ઘરબહાર દોડી ગયા હતા.
અફઘાનિસ્તામાં પ્રથમ આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.4 નોંધાઈ હતી. જ્યારે બીજો ભૂકંપ 4.8ની તીવ્રતા હતી. નેશનલ સિસ્મોલૉજી સેન્ટર અનુસાર પ્રથમ ભૂકંપ મોડી રાત્રે 12.28 મિનિટિ અને બીજો ભૂકંપ 12.55 મિનિટે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 80 કિલોમીટર ઊંડાઈમાં હતું.
લોકોમાં ડર
અફઘાનિસ્તાનમાં વારંવાર આવી રહેલા ભૂકંપને લીધે લોકોમાં ડર છે. ગત વર્ષે ઑક્ટોબરમાં પાંચ વાર ભૂકંપ આવ્યો હતો. જેમાં 15 લોકોનાં મોત થયા હતા. મહત્ત્વનું છે કે હજી જાપાન ભૂકંપને લીધે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. જાપાનમાં નવા વર્ષે આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 48 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.


