- ફરી એકવાર કાશ્મીરની ધરા ધ્રુજી
- કાશ્મીર અને આસપાસના પ્રદેશમાં ધરતીકંપ
- ભૂકંપને લીધે કોઈ જાનહાનિ નહીં
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા. જમ્મુ, શ્રીનગર, પૂંછ, કિશ્તવાડ સહિત પ્રદેશના અનેક વિસ્તારમાં ધરતીકંપ અનુભવાયો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. ધરતીકંપને લીધએ જાનહાનિના હાલ પૂરતા કોઈ અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ લદ્દાખનું કારગીલ ક્ષેત્ર ગણવામાં આવી રહ્યું છે. સોમવારે સાંજે 3.48 મિનિટે ધરતીકંપ આવ્યો હતો. જેથી આની બાદ સતત બીજો ભૂકંપ આવતા લોકો ઘરબહાર દોડી ગયા હતા. લોકોએ ફોન પર આ અંગેની માહિતીની આપ-લે કરી હતી.
ભૂકંપ આવવાનું કારણ
ઘરતીના પેટાળમાં સાત પ્લેટ્સ આવેલી છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ ટકરાય છે આ ઝોન ફોલ્ટ લાઈન કહેવાય છે. વારંવાર પ્લેટસ ટકરાવાથી ખૂણા વળી જતા હોય છે. જેથી વધુ દબાણ સર્જાય છે ત્યારે પ્લેટસ તૂટવા લાગે છે. જેનાથી નીચેની ઊર્જા બહાર ધકેલાવા રસ્તો શોધતા ભૂકંપ આવે છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ
ભૂકંપનું કેન્દ્ર એને ગણવામાં આવે છે જે પૃથ્વીની નીચે પ્લેટોમાં હલનચલનથી પેટાળમાંથી ઊર્જા નીકળે છે. આ સ્થાન પર ભૂકંપની ધ્રૂજારી વધુ હોય છે. રિકટર સ્કેલ ઉપર સાત અથવા આનાથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે તો આસપાસના 40 કિલોમીટરના ક્ષેત્રમાં આંચકા તેજ આવે છે. ભૂકંપની આવૃત્તિ ઉપર હોય તો ઓછા વિસ્તારમાં આની અસર થાય છે. ભૂકંપની તીવ્રતાની તપાસ રિકટર સ્કેલથી થાય છે. રિકટર સ્કેલ પર ભૂકંપને એકથી નવ સુધી માપવામાં આવે છે. ભૂકંપને આનું કેન્દ્ર એટલે કે, એપીસેન્ટરથી મપાય છે. ભૂકંપ દરમ્યાન ધરતીની અંદરથી નીકળનારી ઊર્જા આનાથી માપવામાં આવે છે. આ તીવ્રતાને ભૂકંપના આંચકાની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે.


