- ફિન એલને એક મેચમાં સૌથી વધુ સિકસર ફટકારી
- પાકિસ્તાન સામેની T20 મેચમાં 16 સિકસર ફટકારી
- અફઘાનિસ્તાનના હઝરતુલ્લાના રેકોર્ડની બરાબરી કરી
ક્રિકેટના T20 ફોર્મેટને બેટ્સમેનોની રમત માનવામાં આવે છે. મેચ દરમિયાન ઘણા ફોર અને સિકસર જોવા મળે છે. ન્યૂઝીલેન્ડનો ઓપનર ફિન એલન T20I મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. ઓપનર ફિન એલને પાકિસ્તાન સામે 137 રનની ઇનિંગ રમ્યા પછી તેણે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ સાથે તેણે અફઘાનિસ્તાનના હઝરતુલ્લા ઝઝાઈના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે.
એક મેચમાં સૌથી વધુ સિકસર મારનાર બેટ્સમેન
હઝરતુલ્લા ઝઝાઈ- 16 સિક્સર
અફઘાનિસ્તાનના હઝરતુલ્લા ઝાઝાઈએ T20 ઈન્ટરનેશનલ મેચમાં 16 સિક્સર ફટકારી છે. તેણે ભારતની ધરતી પર જ આ સિદ્ધિ હાંસલ કરી હતી. 2019માં, ઝાઝાઈએ આયર્લેન્ડ સામે 62 બોલમાં 162 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 16 સિક્સર અને 11 ફોર સામેલ હતી. અફઘાનિસ્તાને તે મેચમાં 278 રન બનાવ્યા હતા.
ફિન એલન- 16 સિક્સર
ન્યુઝીલેન્ડનો ઓપનિંગ બેટ્સમેન ફિન એલને અફઘાનિસ્તાનના હઝરતુલ્લા ઝાઝાઈના રેકોર્ડની બરાબરી કરી છે. તેણે પાકિસ્તાન સામેની T20 સિરીઝની ત્રીજી મેચમાં 16 સિક્સર ફટકારી હતી. તેણે 62 બોલમાં 137 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પાકિસ્તાન સામેની મેચમાં સૌથી વધુ સિક્સર મારવાનો આ વર્લ્ડ રેકોર્ડ પણ છે.
જીશાન કુકીખેલ- 15 સિક્સર
જીશાન કુકીખેલનું નામ બધાને ચોંકાવી શકે છે. તે હંજરી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે. તેણે ઓસ્ટ્રિયા સામેની મેચમાં 15 સિક્સર ફટકારી હતી. તેણે 49 બોલમાં 137 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની કારકિર્દીની 15 T20 મેચોમાં તેણે 165ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
એરોન ફિન્ચ- 14 સિક્સર
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું નામ પણ સૌથી
વધુ સિક્સર મારનાર 5 બેટ્સમેનોની યાદીમાં સામેલ છે. તેણે 2013માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં 14 સિક્સર ફટકારી હતી. તેણે આ દરમિયાન 156 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે સમયે T20 ઈન્ટરનેશનલની આ સૌથી મોટી ઈનિંગ્સ હતી. ફિન્ચે 63 બોલમાં 11 ફોર અને 14 સિકસર પણ ફટકારી હતી.
જ્યોર્જ મુન્સે – 14 સિક્સર
સ્કોટલેન્ડનો ડાબોડી ઓપનિંગ બેટ્સમેન જ્યોર્જ મુન્સે એક મેચમાં સૌથી વધુ સિક્સર મારનાર 5માં નંબરનો ખેલાડી છે. તેણે 2019માં નેધરલેન્ડ સામેની મેચમાં 14 સિક્સર ફટકારી હતી. તેણે 56 બોલમાં 127 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


