- સાણંદ ખાતેનો બનાવ
- યુવાને કંટાળીને દવા પીધી
- વ્યાજંકવાદીથી ત્રાસીને ભર્યું પગલું
ગુજરાતમાં સાણંદ ખાતે એક યુવકે વ્યાજંકવાદીઓના ત્રાસથી કંટાળીને મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. પઠાણી ઉઘરાણીથી કંટાળીને યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ મામલે વધુ જાણકારી અનુસાર સાણંદમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ભોગ બનેલા યુવાને સૌથી પહેલા સાણંદમાં એક વ્યાજખોર પાસેથી પૈસા ઉછીના લીધા હતા. 3 વર્ષ પહેલા ભોગ બનનાર યુવકે ઘર બનાવવા માટે રૂ. 5 લાખ ઉછીના 20 ટકાના વ્યાજે ઉછીના લીધા હતા. મહત્વનું છે કે ભોગ બનનાર ઈસમ આ 5 લાખ રૂપિયાનું મહિને 1 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવતા હતા. તેમ છતાં તેમના માથેથી દેવું પૂરૂં જ થતું નહોતું.
હકીકતે આ મામલે મોટી જાણકારી તો એવી છે કે ભોગ બનનાર યુવાન આ 5 લાખ રૂપિયાનું મહિને 1 લાખ રૂપિયા વ્યાજ ચૂકવતો હતો અને 20 ટકા લેખે અત્યાર સુધીમાં આ યુવાને વ્યાજખોરને 28 લાખ રૂપિયા ચૂકવી દીધા છતાં પણ વ્યાજંકવાદી હજુ બીજા 30 લાખ રૂપિયાની માગણી કરી રહ્યો હતો અને આ પઠાણી ઉઘરાણી મામલે આ વ્યાજંકવાદીએ યુવાનના ઘરે જઈને તેને ધમકી આપી હતી. જેના બાદ આ યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
હાલ આ યુવાનને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે કે આ મામલે યુવાનની પત્નીએ સાણંદ પોલીસ સ્ટેશનમાં વ્યાજંકવાદી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હોવાની માહિતી સામે આવી છે.


