- જિલ્લા પોલીસ વડાના આદેશના અનાદર બદલ કાર્યવાહી
- અલગ-અલગ વિભાગની ટ્રેનિંગ લેવા નહી જતા કાર્યવાહી
- પોલીસ કર્મચારીઓને ટ્રેનિંગ માટે અપાયો હતો આદેશ
જામનગરમાં પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જિલ્લા પોલીસ વડા દ્વાર એક હુકમ કરવામાં આવ્યો હતો જેને લઈને 5 પોલીસ કર્મચારીઓએ હુકમનો અનાદર કર્યો હતો. જામનગર જિલ્લાના પોલીસ વડાના હુકમનો અનાદર કરવા બદલ પાંચ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું એ તાત્કાલિક અસરથી પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,
જામનગર જિલ્લામાંથી પાંચ પોલીસ કર્મચારીઓને વિવિધ પોલીસ સ્ટેશનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જિલ્લાના પોલીસવડા દ્વારા એક હુકમ કરવામાં આવ્યો હતો જે હુકમનો આ પાંચ પોલીસ કર્મચારીઓએ અનાદર કર્યો હતો તે બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પોલીસ કર્મચારીઓ જામનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા હતા.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું
જામનગર જિલ્લા પોલીસ વડાએ તેઓને અલગ અલગ વિભાગમાં ટ્રેનિંગ લેવા હુકમ કર્યો હતો. પોલીસ વડાના હુકમને નેવે મુકીને અલગ અલગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ટ્રેનિંગના હુકમનો અનાદર કર્યો હતો. જેને લઈને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું એ તમામ પાંચ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ કર્યાં હતાં.
એક મહિલા સહિત 5 પોલીસ કર્મચારીઓ
જામનગર જિલ્લામાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી જે જે પોલીસ કર્મચારીઓએ આ હુકમનો અનાદર કરેલ છે તેમાં એક મહિલા સહિત 5 પોલીસ કર્મચારીઓને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યાં છે. જ્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા કડક કાર્યવાહી કરાતા પોલીસ બેડામાં ચકચાર મચી ગયો છે.


