- મહાદેવ એપને લઇને ઘેરાઇ કોંગ્રેસ
- રાહુલ ગાંધીને અનુરાગે કર્યા પાંચ સવાલ
- કોંગ્રેસને જવાબ આપવા કહ્યું
તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજનીતિક દળો તૈયારીમાં વ્યસ્ત બન્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તો ક્યાંક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવામાં ભાજપના ગોશામહલના ઉમેદવાર રાજા સિંહની ઉમેદવારી માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર હાજર રહ્યા હતા. આ દરમિયાન તેઓએ પત્રકારોને સંબોધતા કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ આપે જવાબ
મહાદેવ એપને લઇને ભૂપેશ બઘેલ પર થયેલા આરોપને લઇને ભાજપ દ્વારા કોંગ્રેસને ઘેરવામાં આવી રહી છે. કોંગેસ સામે ભાજપ દ્વારા સવાલોનો મારો શરૂ કરવામાં આવ્યો છે. તેવામાં હવે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ કોંગ્રેસ પાસે કોંગ્રેસના પંજાની છાપની જેમ પાંચ સવાલ કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સટ્ટાના પૈસાથી સત્તામાં આવવા માંગે છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવાની વાત પ્રકાશમાં આવી છે… મારી પાસે કોંગ્રેસ પાર્ટી માટે ઘણા પ્રશ્નો છે… કોંગ્રેસ જવાબ આપે તેમાં પણ કૃપા કરીને, રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઈએ.
શું છે મામલો ?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શુક્રવારે (3 નવેમ્બર) જણાવ્યું હતું કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર્સે અત્યાર સુધીમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે એજન્સી વધુ તપાસ કરી રહી છે.એજન્સીએ 5.39 કરોડ રૂપિયાની વસૂલાત કર્યા બાદ ગુરુવારે છત્તીસગઢ રાજ્યમાં મની લોન્ડરિંગમાં સંડોવાયેલા અસીમ દાસની રાયપુરથી ધરપકડ કરી હતી