By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતમાં વર્ષના 365 દિવસમાં 5000 ડેસ્ટિનેશન વેડિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભારતમાં વર્ષના 365 દિવસમાં 5000 ડેસ્ટિનેશન વેડિંગ

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:24 AM
2 years ago
Share
ભારતમાં વર્ષના 365 દિવસમાં 5000 ડેસ્ટિનેશન વેડિંગ
SHARE

  • વિદેશમાં આવા લગ્નો પાછળ ભારતીયો દ્વારા વર્ષે એક લાખ કરોડ જેટલા ખર્ચાય છે
  • તાજેતરમાં જ PM મોદીએ વિદેશના સ્થાને વેડ ઇન ઇન્ડિયાનું આહ્વાન કર્યુ હતું
  • વેડ ઇન ઇન્ડિયાથી દેશના અર્થતંત્ર અને વેપારને મજબૂતી મળશે

દેશમાં ડેસ્ટિેનેશન વેડિંગનો ક્રેઝ વધી રહ્યો છે. વર્ષના 365 દિવસની વાત કરીએ તો લગભગ 5,000 લગ્ન વિદેશી ધરતી પર સંપન્ન થઇ રહ્યા છે. એટલે કે વિદેશી ધરતી પર ભારતીય લોકોના એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આટલી જંગી ભારતીય મુદ્રાનો વિદેશમાં જવાનો અર્થ સ્વદેશી અર્થતંત્રને નુકસાન થયા છે. આ સ્થિતિમાં કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વેડ ઇન ઇન્ડિયાના આહવાનને આગળ વધારવાનું કામ કરશે. વેડ ઇન ઇન્ડિયાથી દેશના અર્થતંત્ર અને વેપારને મજબૂતી મળશે. સાથે જ કેટ દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં લગભગ 100 પ્રમુખ શહેરો અને તેની આસપાસના 2 હજાર કરતા વધારે એવા સ્થળોની ઓળખ કરી છે જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ આયોજીત કરવું શક્ય છે. તેનાથી લોકોનો ડેસ્ટિનેશન વેડિંગ કરવાનો શોખ પણ પૂરો થઇ જશે અને ધારતનું ધન બીજા દેશોમાં નહીં જાય. એટલે કે દર વર્ષે ભારતીય અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેહરાદૂનમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ઉદઘાટન દરમિયાન દેશના દનિકોને વિદેશમાં જઇને લગ્ન કરવાની જગ્યાએ ઉત્તરાખંડમાં આવીને ડેસ્ટિનેશન વેડિંગ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે જો ઉત્તરાખંડમાં એક વર્ષમાં પાંચ હજાર ડેસ્ટિનેશન વેડિંગ પણ થાય તો રાજ્યના અર્થતંત્રને ખૂબ મજબૂતી પ્રાપ્ત થશે.

બિનજરૂરી રીતે ભારતીય નાણું બહાર જાય છે

કેટના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલના અનુસાર પીએમ મોદીએ વેડ ઇન ઇન્ડિયા આહવાન કર્યુ છે. તેનાથી દેશના અર્થતંત્રને મજબૂતી પ્રાપ્ત થશે. ડેસ્ટિનેશન વેડિંગ પાછળ વર્ષે લગભગ એક લાખ કરોડ વિદેશમાં ખર્ચાઇ જાય છે. તેના કારણે બિનજરુરી રીતે ભારતીય નાણું વિદેશમાં જાય છે. પીએમ મોદીના આહવાન બાદથી કેટ દ્વારા દેશમાં વેરારીઓ અને સિવિલ સોસાઇટી વચ્ચે ડેસ્ટિનેશન વેડિંગને પ્રોત્સાહિત કરવાનું અભિયાન હાથ ધરાયું છે. વિદેશમાં ભારતીયો દ્વારા ડેસ્ટિનેશન વેડિંગ માટે હજુ સુધી કોઇ અધિકૃત સર્વે થયો નથી. જોકે, અંદાજ મુજબ વર્ષે લગભગ પાંચ હજાર જેટલા ડેસ્ટિનેશન વેડિંગ વિદેશમાં થાય છે.

દેશમાં 2,000 કરતાં વધારે સ્થળ । કેટના અનુસાર ભારતમાં બે હજાર કરતા વધારે એવી જગ્યા છે જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ થઇ શકે છે. જો, દેશનો સંપન્ન વર્ગ વિદેશની જગ્યાએ આ સ્થળો પર ડેસ્ટિનેશન વેડિંગ કરવું શરુ કરી દે તો બાકી લોકો પણ વિદેશની ધરતી પર જવાનો મોહ છોડી દેશે. ભારતમાં મુખ્યત્વે ગોવા, મહારાષ્ટ્રનું લોનાવાલા, મહાબળેશ્વર, મુંબઇ, શિરડી, નાસિક, નાગપુર, ગુજરાતનું દ્વારકા, અમદાવાદ, સૂરત, વડોદરા, મધ્યપ્રદેશમાં ઓરછા, ગ્વાલિયર, ઉજ્જૈન, ભોપાલ, ઇન્દોર અને જબલપુર વગેરે જેવા સ્થળોએ ડેસ્ટિનેશન વેડિંગ થઇ શકે છે. રાજસ્થાનમાં જયપુર, જોધપુર, ઉદયપુર, જેસલમેર, પુષ્કર અને ઉત્તરપ્રદેશમાં મથુરા, વૃંદાવન, આગરા, વારાણસી તો દક્ષિણ ભારતમાં યાદગિરી હિલ, ઊટી, બેંગલુરુ, હૈદારાબાદ, તિરુપતિ, કોચીન, ત્રિચી જેવા સ્થળો છે.

દેશમાં અસ્થાયી ધોરણે રોજગાર ઉપલબ્ધ થશે

આ તમામ સ્થળો મધ્યમ બજેટથી માંડીને કોઇપણ મોટા બજેટના લગ્નને સંપન્ન કરાવવા માટે સક્ષમ છે. લગ્ન માટે સામાન્યથી માંડીને ખાસ સુવિધાઓ અને વ્યવસ્થા પ્રદાન કરનારી કંપનીઓ અથવા ગ્રુપોનું એક મોટું નેટવર્ક છેલ્લા વર્ષોમાં ભારતમાં વિકસિત થયું છે. આ પ્રકારના લગ્નો સંબંધિત સામાન અને સેવાઓ આજે દેશમાં એક મોટા વેપારનું રૂપ ધારણ કરી ચૂકી છે. ડેસ્ટિનેશન વેડિંગ ચાહે દેશમાં હોય કે વિદેશમાં તેમને સંપન્ન કરાવવામાં આ કંપનીઓ અથવા ગ્રૂપોનું મોટું યોગદાન હોય છે. દર વર્ષે દેશમાં વિવિધ સ્થળોએ થયેલા ડેસ્ટિનેશન વેડિંગ પોતાની ભવ્યતા અથવા વિશેષતાઓને કારણે ચર્ચાનો વિષય બને છે.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 5 days ago
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?