- હિન્દૂ સેવા સંઘ દ્વારા 51,111 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યાં
- વલસાડના તીથલ દરિયાકિનારો રોશનીથી ઝળહળી ઉઠ્યો
- નાણામંત્રી સહિત સાંસદો અને ભાજપના આગેવાનો હાજર
વલસાડ જિલ્લાના સુપ્રસિદ્ધ તીથલ દરિયા કિનારે અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને 51,111 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યાં છે. તીથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં હિન્દૂ સંગઠનો અને વલસાડ શહેરના લોકો એકઠાં થઈને 51,111 જેટલાં દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યાં હતાં સાથે જ રાજ્યનાં નાણામંત્રી અને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દૂ સેવા સંઘ દ્વારા 51,111 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યાં
સમગ્ર દેશમાં અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દિવાળીના તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. દેશમાં વિવિધ સુપ્રસિદ્ધ સ્થળો અને મંદિરોમાં વિવિધ કાર્યક્રમો કરવા આવી રહ્યાં છે ત્યારે વલસાડ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ તીથલ બીચ ખાતે હિન્દૂ સેવા સંઘ દ્વારા 51,111 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યાં હતાં.
ગુજરાતમાં સૌથી વધુ દીપ વલસાડ જિલ્લાના તીથલ બીચ ખાતે
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દીપ વલસાડ જિલ્લાના તીથલ બીચ ખાતે પ્રજ્વલિત કરવમાં આવ્યાં હતાં. કુલ 51,111 દીપથી વલસાડ ખાતે આવેલ તીથલ બીચ જગમગી ઉઠ્યો હતો. તે સાથે જ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના લોકો અને હિન્દૂ સંગઠનો જોડાયાં હતાં સાથે નાણામંત્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ અને ડાંગના સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતાં.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બપોરે 12:20 વાગ્યે શરૂ થશે
સોમવારે બપોરે 12.20 કલાકે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય પૂજા અભિજીત મુહૂર્તમાં થશે. રામલલાના જીવનનો સમય કાશીના વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે નક્કી કર્યો છે. પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પોષ મહિનાના બારમા દિવસે (22 જાન્યુઆરી 2024) અભિજીત મુહૂર્ત, મેષ લગ્ન, ઈન્દ્ર યોગ, વૃશ્ચિક નવમશા અને મૃગશિરા નક્ષત્રમાં થઈ રહ્યો છે.


