- સુડાનના અબેઈમાં હથિયારધારી હુમલાખોરોએ નરસંહાર કર્યો
- અબેઇમાં સંયુક્ત રાષ્ટ્ર દળના ઘાનાના શાંતિ દૂતનું મોત થયું
- આ હુમલામાં મહિલા, બાળકો માર્યા ગયાં, 60 લોકો ઘાયલ
સુદાનના અબેઈમાં હથિયારધારી હુમલાખોરોએ 52 ગ્રામજનોની ગોળી મારીને હત્યા કરી હતી. માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને યુએનના બે પીસકીપર પણ સામેલ હતાં. અબેઈના પ્રધાન બુલિસ કોચે જણાવ્યું હતું કે, દક્ષિણ સુદાનના વારેપ રાજ્યના હથિયારદારી હુમલાખોરોએ શનિવારે ગામ પર હુમલો કર્યો હતો. જો કે, આ હુમલો શા માટે કરવામાં આવ્યો તે કારણ સ્પષ્ટ રીતે જાણી શકાયું નથી.
52 સ્થાનિક લોકોના મોત અને 64 લોકો ઘાયલ
અબેઇ એક તેલ સમૃદ્ધ પ્રદેશ છે, જેનું સંચાલન દક્ષિણ સુડાન અને સુડાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. બંને દેશો તેના પર દાવો કરે છે. કોચે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, હુમલામાં મહિલાઓ, બાળકો અને પોલીસ અધિકારીઓ સહિત 52 સ્થાનિક લોકો માર્યા ગયાં હતાં. આ સિવાય 64 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા ભય અને ગભરાટ ફેલાયો છે, જેના કારણે વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાની પીસકીપરનું મૃત્યુ
યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ સિક્યુરિટી ફોર્સ ઇન અબેઇ (UNISFA) એ રવિવારે જણાવ્યું હતું કે, હિંસા વચ્ચે અગોક શહેરમાં તેના બેઝ પર હુમલામાં અબેઇમાં સંયુક્ત રાષ્ટ્ર દળના ઘાનાના શાંતિ દૂતનું મોત થયું હતું. યુનિસ્ફાએ સોમવારે જણાવ્યું હતું કે,હિંસામાં એક દિવસ પછી બીજા પાકિસ્તાની પીસકીપરનું મૃત્યુ થયું હતું અને તેના ચાર સાથીદારો અને એક નાગરિક ઘાયલ થયા હતાં.
સુડાનમાં દરરોજ વંશીય હિંસા
જ્યારે યુનિસ્ફા બેઝમાંથી નાગરિકોને હોસ્પિટલ લઈ જતા હતા. કોચે કહ્યું કે સેંકડો વિસ્થાપિત નાગરિકોએ યુનિસેફ બેઝ પર આશ્રય માંગ્યો હતો. સુડાનમાં દરરોજ વંશીય હિંસા જોવા મળે છે. અબેઈમાં હરીફ જૂથો વચ્ચે ઘણી અથડામણો થઈ છે, જ્યાં સરહદ પારના વેપારમાંથી નોંધપાત્ર કર આવક એકત્રિત કરવામાં આવે છે.


