- કુલપતિપદે નિયુક્ત થનાર પ્રિન્સિપાલનું શૉલ-મોમેન્ટોથી અભિવાદન
- યુનિઓમા અધ્યાપક તરીકે ફરજ બજાવતા અઘ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા
- પ્રાર્થના-દિપપ્રાગટય બાદ ડૉ.આશવ પટેલે મહેમાનોનુ શબ્દોથી સ્વાગત કર્યુ
આણંદની એન.એસ.પટેલ આર્ટસ-ઓટોનોમસ કોલેજનો 53મો વાર્ષિકોત્સવ અને સન્માન સમારોહ ભારત સરકારના કેન્દ્રિય સંચાર રાજ્યમંત્રીના મુખ્ય અતિથીપદે, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ-કચ્છના કુલપતિ ડૉ. મોહનભાઇ પટેલના અતિથીવિશેષ પદે યોજાયો હતો. કોલેજમા અભ્યાસ કરીને અધ્યાપક તરીકે જુદી-જુદી સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો તથા યુનિઓમા અધ્યાપક તરીકે ફરજ બજાવતા અઘ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે પ્રાર્થના-દિપપ્રાગટય બાદ ડૉ.આશવ પટેલે મહેમાનોનુ શબ્દોથી સ્વાગત કર્યુ હતું. કોલેજના ઇ.પ્રિન્સીપાલ ડૉ. પ્રતિક્ષાબેન. પટેલે કોલેજમાં વિવિધ પ્રવૃત્તિઓ અને મેળવેલી સિદ્ધિનો અહેવાલ રજુ કર્યો હતો. કોલેજમાં 20 વર્ષ સુધી આચાર્ય તરીકે ફરજ બજાવતાં ડૉ, મોહન પટેલનુ ટ્સ્ટ તરફથી શૉલ અને મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ હતું. ડૉ. મોહનભાઇ પટેલે ટ્સ્ટ પ્રત્યે પોતાનો ઋણભાવ રજુ કર્યો હતો. મંત્રી દેવુસંહે જણાવ્યુ કે વિદ્યાર્થીઓએ પોતાના રસ-રૂચિ અને ક્ષમતા અનુસાર વિષય પસંદ કરવા જોઇએ. તેમા ઉત્તમ કાર્ય કરીને સન્માન પ્રાપ્ત કરવુ જોઇએ. આ પ્રસંગે કોલજમાંથી વયોચિત નિવૃત્ત થતાં જીતુભાઇ વાળંદ અને નટુભાઇ વસાવાનું સન્મામ કરવામા આવ્યુ હતું. કોલેજના અધ્યાપકોનુ નેટ, સ્લેટ, પીએચડી જેવી સિદ્ધિઓ મેળવવા બદલ અભિવાદન કરવામા આવ્યુ હતું. જુદા-જુદા વિષયોમાં સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ, રાષ્ટ્રિય, આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે યોજાયેલ સ્પર્ધાઓમાં સિદ્ધિ હાંસલ કરનાર, વર્ષ દરમ્યાન એનસીસી, એનએસએસ, સાંસ્કૃત્તિક, પ્રાકૃત્તિક પ્રવૃત્તિઓ, વિવિધ સ્પર્ધાઓમા લાયબ્રેરી વર્ક, રમતગમતમાં પ્રથમ, દ્વિતીય, તૃત્તિય સ્થાન પ્રાપ્ત કરવાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.


