- 550 લીટરથી વધુ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
- હિરેન ટ્રેડર્સ પેઢીમાંથી ભેળસેળયુક્ત ઘી જપ્ત
- વનસ્પતિ તથા પામોલીન તેલ મિક્સ કરતા
જામનગરનું જામખંભાળિયાનું ઘી પ્રખ્યાત છે ત્યારે જામનગરમાંથી નકલી ઘીનો જથ્થો પકડાયો છે. જામનગરમાંથી અવારનવાર ભેળસેળ યુક્ત ઘીનો અખાદ્ય જથ્તો મળી આવતો હોય છે ત્યારે આજે જામનગરમાં ખાદ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ દરોડા પાડતાં હિરેને ટ્રેડર્સ પેઢીમાંથી ભેળસેળ યુકત 500 લીટરથી વધુ નકલી કાવ્યા ઘી ઝડપી પાડ્યું હતું. જેને તપાસ અર્થે મોકલવમાં આવ્યું છે.
વનસ્પતિ તથા પામોલીન તેલ ઝડપાયુ
જામનગર ખાતે આવેલી હિરેન ટ્રેડર્સ પેઢીમાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ પેઢી પાસે ઘી બનાવવા માટેનો ફુડ પરવાનો હતો. પરંતુ જામનગરના હિરેન ડ્રેડર્સ પેઢીને ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘી માં ભેળસેળ કરવા માટેનું વનસ્પતિ 32 લિ. તથા પામોલીન તેલ 100 લી. પણ મળી આવ્યું હતું.
500 લિટર ભેળસેળ યુક્ત ઘી જપ્ત
હિરેન ટ્રેડર્સ પેઢીના માલિક મહેશકુમાર ચાંદ્રા પાસેથી ઘીના નમુના લેવામાં આવ્યા હતા. પેઢીમાંથી અંદાજે રુપિયા અઢી લાખની કિંમતનો 500 લીટરથી વધુનો ભેળસેળ યુક્ત નકલી ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. ખાદ્ય ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જામનગરમાં ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાધપદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહત્તવનું છે કે,
રાજ્યમાં અવારનવાર ભેળસેળ યુક્ત ખાદ્યય પદાર્થો મળતા હોય છે જેમાં ખાસ કરીને તહેવારના સમયે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવે છે અને ભેળસેળ યુકત નકલી ઘી ઝડપી પાડવામાં આવે છે.


