- બોપલ, મણિપુર, નવા વાડજ, રાણીપ , ચાંદખેડા, મોટેરાના 20 લાખ વસતીને લાભ મળશે
- રાજ્ય સરકારને રૂ. 8.72 કરોડ ચૂકવાશે
- 600 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે
AMC દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી S.G. હાઈવેની આસપાસના વિસ્તારો તેમજ બોપલ, ઘુમા, મણિપુર, ગોધાવી, નવા વાડજ, રાણિપ , ચાંદખેડા, મોટેરા, સહિત શહેરના નવા પિૃમ ઝોનના વિસ્તારો અને પિૃમ ઝોનના કેટલાંક વિસ્તારોમાં આગામી 30 વર્ષ માટે પીવાનું પાણી પૂરું પાડવા માટે આગોતરૂં આયોજન કરાયું છે અને આ હેતુસર જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વધુ 600 MLDની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવી શકાય તે હેતુસર રાજ્ય સરકાર પાસેથી 56,125 ચો.મી. જમીન મેળવી છે. જાસપુર પ્લાન્ટની બાજુમાં સરકારની 2 લાખ ચો.મી. જમીન છે અને તેમાંથી 56,125 ચો.મી જમીન મેળવી છે. આ હેતુસર AMC દ્વારા જંત્રીના 30 ટકા લેખે અંદાજે રૂ. 8 કરોડ, 72 લાખ ચૂકવાશે. હાલ જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ ક્ષમતા 400 MLDની છે અને વધુ 200 MLDની ક્ષમતાનો નવો પ્લાન્ટ 3 મહિનામાં કાર્યરત થઈ જશે. આમ, જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કુલ ક્ષમતા વધીને 600 MLDની થઈ જશે. જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થયા પછી અંદાજે 20 લાખ લોકોને પીવાનું પાણી પૂરું
પાડી શકાશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જાસપુર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઔડાનો હતો અને ઔડા પાસેથી AMCને સુપરત કરાયો છે. શહેરના વૈષ્ણોદેવી સર્કલથી S.G. હાઈવેની આસપાસના વિસ્તારો તેમજ બોપલ, ઘુમા, મણિપુર, ગોધાવી, નવા વાડજ, રાણિપ , ચાંદખેડા, મોટેરા, સહિત S.P. રિંગ રોડની આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર વિકાસ થઈ રહ્યો છે અને જાસપુર ખાતે 56.125 ચો.મી. જમીન સંપાદન કરીને નર્મદા કેનાલનું પાણી શુદ્ધ કરવા માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણીની ટાંકી અને પાણીનું નેટવર્ક ઉભું કરાશે. અમદાવાદમાં પાણીની સમસ્યા નિવારવા વધુ એક 400 MLDનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાનું આયોજન છે. હાલમાં જાસપુરમાં 400 એમ એલ ડી નો પ્લાન્ટ શરૂ છે તેમાંથી દરોજ 395 થી 400 એમ એલ ડી પાણી શુદ્ધ કરીને અપાય છે.


