By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરતમાં ૬ કરોડનું કોબ્રા સાપનું ઝેર પકડાયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

સુરતમાં ૬ કરોડનું કોબ્રા સાપનું ઝેર પકડાયું

Editor
Last updated: 2026/01/20 at 2:16 PM
2 months ago
Share
સુરતમાં ૬ કરોડનું કોબ્રા સાપનું ઝેર પકડાયું
SHARE

સુરતમાં ૬ કરોડનું કોબ્રા સાપનું ઝેર પકડાયું

 ૬.પ એમએલ સાથે સાત શખ્સોની અટકાયત : અમદાવાદના સોની વેપારી પાસેથી લઇ આવ્યાની કબૂલાત : વન્યજીવ સુરક્ષા અને ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અંગે ગંભીર સવાલો

 

અગ્ર ગુજરાત, સુરત

સુરત એસ.ઓ.જી. પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં લસકાણા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml કોબ્રા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5,85,00,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડપ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.

ધરપકડ કરાયેલા 7 આરોપીમાં સુરતના 2 અને વડોદરાના 5 શખસનો સમાવેશ થાય છે. જેમાં 67 વર્ષીય મનસુખ ઘીનૈયા, 60 વર્ષીય ચીમન ભુવા, 41 વર્ષીય સમીર પંચાલ, 74 વર્ષીય પ્રવીણ શાહ, 50 વર્ષીય કેતન શાહ, 54 વર્ષીય મકરંદ કુલકર્ણી અને 40 વર્ષીય પ્રશાંત શાહ સામેલ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું. આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ઈરાદો સફળ થઈ શક્યો નહીં.

આ ઓપરેશન બાદ હવે સુરત પોલીસ આ ઝેરના સપ્લાય ચેઈનની ઊંડી તપાસ કરી રહી છે. ખાસ કરીને અમદાવાદના એ સોનીની શોધખોળ ચાલી રહી છે જેણે આ ઝેર પૂરું પાડ્યું હતું. ગુજરાતમાં આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થતા વન્યજીવ સુરક્ષા અને ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ કરોડોના કાળા કારોબારની કડીઓ અમદાવાદથી સુરત સુધી જોડાયેલી છે. અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું.

આ ટોળકી સુરતમાં મેરેજ બ્યુરો ચલાવતા મનસુખ ગીનયાના સંપર્કમાં હતી, જ્યાં આ ઝેરનો સોદો 9 કરોડ રૂપિયામાં ફાઈનલ થયો હતો. આટલી માતબર રકમના સોદામાં દરેકના કમિશન નક્કી હતા, પરંતુ સોદો પૂરો થાય તે પહેલા જ પોલીસે ફિલ્મી ઢબે ત્રાટકીને વડોદરાના એક એડવોકેટ સહિત સાતેય આરોપીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.

રેવ પાર્ટીઓમાં સ્નેક બાઇટ તરીકે થતો હોવાની શંકા

આ કોબ્રા વેનમનો ઉપયોગ માત્ર જીવનરક્ષક દવાઓ કે એન્ટી-વેનમ બનાવવા માટે જ નહીં, પરંતુ હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશા માટે ‘સ્નેક બાઈટ’ તરીકે પણ થતો હોવાની આશંકા છે. પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર ઘનશ્યામ સોનીને પકડવાનો છે, કારણ કે તેના પકડાયા બાદ જ ખબર પડશે કે આટલું મોંઘું ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ પાછળ કઈ મોટી ગેંગનો હાથ છે. હાલમાં આ સાત ઇસમોની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

એસઓજીના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે,આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા પછીaa લોહી ગંઠાવાની દવા હાર્ટ એટેકથી બચવા માટે થાય. તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાપ કરડ્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે.

You Might Also Like

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

 સુરતમાં ર૧ કી.મી.લાંબી હોડી સ્પર્ધામાં 3 બોટ પલ્ટી જતાં અફડાતફડી મચી

પૌત્રીની ઉમરની બાળકી સાથે પ૭ વર્ષના આધેડનું દુષ્કર્મ

રત્ન કલાકારે ૨૫ ટકા કમિશનની લાલચે ૨૫ લાખની નકલી ૫૦૦ની નોટો બજારમાં ફરતી કરી

નાના વરાછા મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં વિવેકાનંદ જયંતીની ઉજવણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
રાજકોટ

 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો

Editor By Editor 4 days ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?