- છાપીમાં ઈઝરાયલ બોયકોટના પોસ્ટર મુદ્દે કાર્યવાહી
- છાપી પોલીસે પોસ્ટર લગાડનારા 6ની કરી અટકાયત
- પોલીસે પોસ્ટર મુદ્દે હાથ ધરી વધુ તપાસ
બનાસકાંઠાના વડગામમાં ઈઝરાયલ બોયકોટના પોસ્ટર મુદ્દે 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. છાપીમાં ઈઝરાયલ બોયકોટના પોસ્ટર મુદ્દે કાર્યવાહી થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છાપી પોલીસે પોસ્ટર લગાડનારા 6ની અટકાયત કરી છે. પોલીસે પોસ્ટર મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
ઈઝરાયેલ- હમાસના યુદ્ધ વચ્ચે વિવાદિત પોસ્ટરો લગાવ્યા
વડગામના છાપી પંથકમાં ઇઝરાયેલ બોયકોટના પોસ્ટરનો મામલો સામે આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપી પંથકમાં ઈઝરાયેલ બોયકોટના સ્ટીકર જોવા મળ્યા હતા. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છાપી પંથકમાં લાગેલા બાયકોટ ઈઝરાયેલના પોસ્ટરો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. અજાણ્યા શખ્સો ઈઝરાયેલ- હમાસના યુદ્ધ વચ્ચે વિવાદિત પોસ્ટરો લગાવી શાંતિ ડાહોળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે છાપી પોલીસે પોસ્ટરો દૂર કર્યા હતા. પોલીસે પોસ્ટરો લાગ્યાની આસપાસના સીસીટીવી તપાસી પોસ્ટરો લગાવનાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
સીસીટીવી ફૂટેજના માધ્યમથી તપાસ કરી અટકાયત કરી
અન્ય પોસ્ટર લગાડનાર તત્વો કોણ છે તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે તો બીજી તરફ સીસીટીવી ફૂટેજના માધ્યમથી તપાસ કરી અટકાયત કરી છે. છાપી પંથકની શાંતિ અને સોહાર્દના વાતાવરણને દૂષિત કરવાના ઈરાદાવાળા તત્વોના વિરુદ્ધ ચોતરફથી ફિટકાર જોવા મળી રહ્યો છે.