- નવા સુદામડામા કારની અડફેટે પગપાળા જતા યુવકનું મોત
- હડાળાના બોર્ડ પાસે મહિલાનું કારની ટક્કરે મોત
- દોઢ દિવસમાં સર્જાયેલા ચાર અકસ્માતોથી હાઇવે રક્ત રંજીત બન્યો
સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં 36 કલાકમાં 4 અકસ્માતોમાં 6 માનવ જીંદગી હોમાઇ છે. નવા સુદામડામા કારની અડફેટે પગપાળા જતા યુવકનું મોત થયુ છે. તેમજ હડાળાના બોર્ડ પાસે મહિલાનું કારની ટક્કરે મોત થયુ છે.
સાયલા-ચોટીલા હાઇવે પર અકસ્માતોનો સીલસીલો યથાવત
સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઇવે પર અકસ્માતોનો સીલસીલો યથાવત રહ્યો છે. જેમાં મિત્ર સાથે માનતા કરવા પગપાળા નિકળેલા ધોળકાના યુવાનને કારે અડફેટે લેતા મોત થયુ છે. નવા સુદામડા ગામ પાસે અજાણી કારે પદયાત્રી યુવાનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ધોળકાના યુવાનનું મોત થયુ છે તેમજ એક વ્યક્તિને ઇજા પહોંચી છે. હડાળાના બોર્ડ પાસે રોડ ક્રોસ કરતા મહિલાને કારે ટક્કર મારતા મૃત્યુ થયુ છે.
ચાર અકસ્માતોથી હાઇવે લોહી તરસ્યો બન્યો હોય તેવી લોક ચર્ચા
અલગ અલગ ચાર અકસ્માતોમાં છ માનવ જીંદગી હોમાઇ ગઇ છે. જેમાં દોઢ દિવસના ગાળામાં સર્જાયેલા ચાર અકસ્માતોથી હાઇવે રક્ત રંજીત બન્યો છે. સાયલાથી ચોટીલા તરફ જતા હાઇવે પર છેલ્લા છત્રીસ કલાકના ગાળા જ ચાર અકસ્માતોમાં છ વ્યક્તિઓના મોત થયા છે. ગોસળ બોર્ડ, ડોળીયા બાઉન્ડ્રી, નવા સુદામડા પાસે તેમજ હડાળાના પાટીયા પાસે અલગ અલગ ચાર અકસ્માતોથી હાઇવે લોહી તરસ્યો બન્યો હોય તેવી લોક ચર્ચા શરૂ થઇ છે.


