- ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ ફાટી નીકળ્યા બાદ સજા આકરી
- માત્ર 7 મહિનામાં ઇરાનમાં 419 લોકોને અપાઇ ફાંસી
- 2022ના સમયગાળા કરતા 30 ટકા વધુ સજા ફટકારી
ઇરાનમાં અસામાજીક તત્વો અને ગુનાઘોરોને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈરાન ભયજનક દરે લોકોને ફાંસી આપી રહ્યું છે. આ વર્ષના પ્રથમ 7 મહિનામાં ઈરાનમાં 419 લોકોને મોતની સજા આપવામાં આવી છે. જે વર્ષ 2022ના સમયગાળા કરતા 30 ટકા વધુ છે.
UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે, યુએન કાઉન્સિલ સમક્ષ ઈરાનમાં માનવાધિકારની સ્થિતિ પર એક અહેવાલ રજૂ કરતા કહ્યું કે સપ્ટેમ્બર 202 માં શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનોમાં ભાગ લેવા બદલ 7 લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આથી ઇરાનમાં અસામાજીક તત્વો અને ગુનાઘોરોને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઈરાનમાં શા માટે હોબાળો થયો?
ઇસ્લામિક ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરવા બદલ નૈતિકતા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી 22 વર્ષીય મહસા અમીનીના મૃત્યુ બાદ સપ્ટેમ્બરમાં ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી દેખાવો ફાટી નીકળ્યા હતા. ગુટેરેસે કહ્યું કે તમામ સાત કેસોમાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા હેઠળ ન્યાયિક કાર્યવાહી માટે યોગ્ય પ્રક્રિયા અને ન્યાયી ટ્રાયલની જરૂરિયાતો પૂરી કરવામાં આવી નથી. પર્યાપ્ત અને સમયસર કાનૂની રજૂઆત પૂરી પાડવામાં આવી ન હતી અને ત્રાસ હેઠળ કબૂલાત મેળવવામાં આવી હતી. તેમણે કહ્યું કે પ્રથમ સાત મહિનામાં 239 લોકોને ફાંસી આપવામાં આવી હતી જેમને ડ્રગ સંબંધિત ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં આ 98 ટકાનો વધારો છે.


