- 17 ઓગસ્ટની રાત્રે ઘણાં સ્થળોએ UFO જોવા મળ્યા
- જેને આપણે સામાન્ય ભાષામાં ઊડતી રકાબી કહીએ છીએ
- એલિયન પ્રજાતિઓના સ્પેસક્રાફ્ટ હોવાની માન્યતા
17 ઓગસ્ટની રાત્રે કેલિફોર્નિયાના લેન્કેસ્ટર અને પામડેલમાં ઘણાં સ્થળોએ UFO દ્રશ્યમાન થયા હતા. જેને આપણે સામાન્ય ભાષામાં ઊડતી રકાબી તરીકે ઓળખીએ છીએ. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કેટલીક અદ્યતન એલિયન પ્રજાતિઓના સ્પેસક્રાફ્ટ છે, જે પૃથ્વી પર દેખરેખ રાખવા અથવા કંઈક સંશોધન કરવા માટે આવે છે. પરંતુ હજુ સુધી તેની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ થઈ શકેલ નથી. અથવા તેને છુપાવવામાં આવેલ છે.
17 ઓગસ્ટે કેલિફોર્નિયામાં જોવા મળેલા તમામ UFO અલગ-અલગ પ્રકારના હતા. કેટલાક રંગીન લાઇટવાળા હતા. તો કેટલાકમાંથી એક જ પ્રકારનો પ્રકાશ નીકળી રહ્યો હતો. એક વીડિયો દર્શાવે છે કે ઓછામાં ઓછા 60 ઓર્બ યુએફઓ પણ જોવામાં આવ્યા હતા. તેઓ લગભગ 15 મિનિટ સુધી કેલિફોર્નિયાના આકાશમાં મંડરાતા રહ્યા હતા.
એક વીડિયોમાં એલિયન શિપ બોટની પાછળ ક્યાંક પડી જાય છે. તે પછી તેની ઓળખ થઈ શકેલ નથી. પહેલા કેટલાક લોકોને લાગ્યું કે આ બધા શૂટિંગ સ્ટાર્સ હશે. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આ UFO છે.
કારણ કે તેમનો તેજ પ્રકાશ, ઝડપી ગતિ, ફરવાની રીત બધું જ અલગ હતું. કેટલીક જગ્યાએ આ એલિયન જહાજો દસ મિનિટ સુધી આકાશમાં ઊડતા રહ્યા હતા. આ જાણકારી સ્થાનિક પ્રશાસન અને અમેરિકન સરકારને આપવામાં આવેલ છે. આ વીડિયોને તપાસ એજન્સીઓ સાથે પણ શેર કરવામાં આવેલ છે.
ગયા વર્ષે આ અંગે સૈન્ય અધિકારીઓની પૂછપરછ કરવામાં આવેલ
26 જુલાઈ, 2023ના રોજ US કોંગ્રેસે બે ભૂતપૂર્વ યુએસ નેવી અને એક US લશ્કરી અધિકારીઓની એલિયન્સ અને તેમના અવકાશયાન વિશે પૂછપરછ કરેલ. ત્રણે એલિયન્સ અને તેમના યુએફઓ વિશે ચોંકાવનારા ખુલાસા કરેલ હતા. અમેરિકામાં, UFO ની વ્યાખ્યાને હવે Unidentified Anomalous Phenomena એટલે કે UAP કહેવામાં આવે છે. અમેરિકી સરકાર એવા લોકો સાથે સતત વાત કરી રહી છે જેમણે અન્ય દુનિયાનાં ઊડતાં જહાજો જોયાં છે. અથવા તેમને મળ્યા છે.
અમેરિકન સરકાર જાણવા માગે છે કે શું આવી બાબતો તેમના દેશ માટે ખતરારૂપ છે. 26 જુલાઈના રોજ રાષ્ટ્રીય સુરક્ષાની સબકમિટીની સુનવણી ચાલી હતી. જ્યાં યુએસ નેવીના રેયાન ગ્રેવ્સ, ડેવિડ ફ્રેવર અને યુએસ મિલિટરીના કોમ્બેટ ઓફિસર અને પેન્ટાગોનના ઈન્ટેલિજન્સ ઓફિસર ડેવિડ ગ્રશે નિવેદન આપ્યું હતું. ત્રણેયને એલિયન જહાજોનો સામનો કરવો પડ્યો હતો.
ત્રણેયની સામે અમેરિકી પ્રતિનિધિ ગ્લેન ગ્રોથમેને કહ્યું કે અમે સંરક્ષણ વિભાગ પાસેથી એલિયન મામલામાં પારદર્શિતા ઈચ્છીએ છીએ. અમે જાણીએ છીએ કે UFO મુદ્દો વિશ્વ-સ્તરીય છે. આપણે સાવચેત રહેવું જોઈએ. તેમજ ડેટાના આધારે વાત કરવી જોઈએ. આપણે પેન્ટાગોનમાં કામ કરતા લોકો સાથે વાત કરવી પડશે.
ત્રણ લશ્કરી અધિકારીઓએ કહ્યું કે તેઓએ UFOનો પીછો કર્યો
ત્રણેય સૈન્ય અધિકારીઓએ કહ્યું કે તેઓએ એલિયન યાન જોયા છે. તેમનો પીછો કર્યો છે. તેનો સામનો કર્યો છે. આના પર પ્રતિનિધિ જેરેડ મોસ્કોવિટ્ઝે કહ્યું કે બિન-માનવી ઇન્ટેલિજન્સની જાણકારી મેળવવી જોઈએ. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે આવા ગુપ્ત દસ્તાવેજોને સામાન્ય લોકો માટે સલામત રીતે ખોલવા જોઈએ.
એલિયન વાહનોનો સામનો કરનાર ડેવિડ ગ્રશે કહ્યું કે તેણે ઘણા દાયકાઓ સુધી UFO જોયા છે. તેમને ક્રેશ થતા પણ જોયા છે. તેમનું રિવર્સ એન્જિનિયરિંગ પણ જોયું. ડેવિડે જણાવ્યું કે જ્યારે તે 2019 અને 2021 વચ્ચે UAP ટાસ્ક ફોર્સમાં હતો ત્યારે તેણે એલિયન વાહનો સાથે જોડાયેલી વાતોને સાર્વજનિક કરવાની વાત કરી હતી.
એલિયન સાઇટ્સની જાણકારી જાહેર કરવાની ના પાડી
ડેવિડ ગ્રશે કહ્યું કે અમારી પાસે ફોટા, સરકારી દસ્તાવેજો અને ઓડિયો રેકોર્ડિંગ છે. મારા ઘણા મિત્રો આમાં સામેલ હતા. જેમણે એલિયન્સ અને તેમના અવકાશયાન જોયેલ છે. ડેવિડે જણાવ્યું કે અમેરિકા પાસે એડવાન્સ ટેક સ્પેસ પ્રોગ્રામ છે. જે ગુપ્ત રીતે ચલાવવામાં આવે છે. હું એલિયન સાઇટ્સના સરનામાં જાહેરમાં જાહેર કરી શકતો નથી.
ડેવિડ અને તેની સાથે હાજર અન્ય ભૂતપૂર્વ સૈનિકોએ કહ્યું કે અમેરિકન સરકાર એલિયન્સ અને યુએફઓ વિશે માહિતી છુપાવી રહી છે. એલિયન દેખાતા જીવો મળી આવ્યા છે. તેના શરીરનાં અંગો મળી આવ્યાં છે. માનવ સિવાયની વસ્તુઓ મળી આવી છે. પરંતુ આ બાબતોની માહિતી સીધી રીતે કોઈને આપવામાં આવતી નથી.


