- અમદાવાદ મનપાના 641 કરોડના વિકાસકાર્યોની ભેટ
- CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
- CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારી આવાસનો ડ્રો થયો
અમદાવાદ મનપાના 641 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિકાસકાર્યોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત થયુ છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરકારી આવાસનો ડ્રો તથા ખોખરામાં તૈયાર થયેલ 1344 આવાસનો ડ્રો કરાયો છે. તેમજ બોન્સાઇ અને ટોપીઅરી શોનો પ્રારંભ કરાવ્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલ પાલડીમાં અંડર બ્રિજ લોકાર્પણ કર્યું
CM ભૂપેન્દ્ર પટેલ પાલડીમાં અંડર બ્રિજ લોકાર્પણ કર્યું છે. જેમાં અંડરબ્રિજને સ્વ.શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ નામ આપ્યું છે. તેમજ અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત નિમણૂંક પત્ર એનાયત કર્યા છે. તથા રામોલ – હાથીજણમાં સિનિયર સિટીઝન પાર્ક ખુલ્લો મુક્યો છે. તથા મધ્યઝોનમાં ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કર્યું છે. કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું છે કે દેશમાં AIIMS જેવી હોસ્પિટલ પણ બની રહી છે. અયોધ્યામાં રામલલા તેમના ઘરે આવી ગયા છે. નાગરિકોને વિશ્વાસ છે મોદીની ગેરંટી એટલે ફાઈનલ. વિકસિત ભારતની ગેરંટી કોઈ રોકી શકે તેમ નથી. આજે ઘરે બેઠા ફરિયાદ કરો અને નિકાલ થાય છે. આજે દેશ અને દુનિયામાં PM મોદીની નજર છે. ક્યાંય પણ કઈ થાય તો બધાને વિશ્વાસ છે કે મોદી છે. યોજના બનાવી અને નાના લોકોને લાભ મળે તે માટે કામ થયા છે.
પીએમ મોદીના સંકલ્પ સાથે આપડે બધા સાથે મળી કામ કરીએ
આજે દરેક યોજનાનો લાભ દરેક લોકોને મળે માટે કામ કર્યું છે. અમદાવાદ શહેરમાં મેટ્રોનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે. ધોલેરામાં ટાટાનો પ્રેજેક્ટ પીએમ દ્વારા શરૂ કરાવામાં આવશે. પીએમની વિકસિત ભારતની જે ગેરંટી છે કોઈ રોકી શકે તેમ નથી. ગયા અઠવાડિયે પીએમ દ્વારા લાખો કરોડોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આજે ડ્રો કરી લોકોને મકાન મળવાના છે. પીએમ મોદીના સંકલ્પ સાથે આપડે બધા સાથે મળી કામ કરીએ.


