- રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5 નોંધાઈ
- જાપાનમાં ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ
- સુનામી આવવાનું જાહેર થતા તંત્રની દોડધામ
જાપાનના પૂર્વોત્તર વિસ્તારમાં નવા વર્ષે એકાએક તેજ ભૂકંપના આંચકા આવ્યા હતા. જેને લીધે લોકો ઘરની બહાર દોડી ગયા હતા. આંચકાની તીવ્રતા એટલી વધુ હતી કે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5 નોંધવામાં આવી હતી. જો કે આટલી તીવ્રતાને લીધે સુનામીની ચેતવણી પણ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. લોકોને સાવધાન રહેવાની અપીલ કરાઈ રહી છે. દરિયા કિનારાથી લોકોને હટી જવા તંત્રએ સૂચના આપી હતી. જાપાનના નિગાતા પ્રાંતના કાશીવાકી શહેરથી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જાપાને પોતાના પરમાણુ ભઠ્ઠીમાં કાંઈ નુકસાન તો નથી તેની તપાસ કરી રહ્યું છે. જાપાનના પશ્ચિમ વિસ્તારોમાં શ્રેણીબદ્ધ રીતે ભૂકંપના આંચકા આવ્યા બાદ નવા વર્ષે એટલે કે, સોમવારે પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી. જાપાન હવામાન વિભાગ દ્વારા ઈશિકાવા અને તેની આસપાસના વિસ્તારોમાં તેજ ભૂકંપના આંચકા આવશે તેવી સૂચના આપી હતી.
ગુરુવારે પણ જાપાનમાં ભૂકંપ આવ્યો હતો
જાપાનમાં ગત ગુરુવારે ભૂકંપના તેજ આંચકા નોંધાયા હતા. કુરિલ દ્વીપમાં એ વખતે ભૂકંપની તીવ્રતા 6.3 નોંધવામાં આવી હતી. જો કે આમાં કોઈને જાનહાનિ નથી થયાનું સામે આવ્યું છે. અડધો કલાકની અંદર આવેલા આ ભૂકંપને લીધે રીતસરની અરાજકતા ફેલાઈ ગઈ ગતી. લોકો પોતાનાં ઘર છોડીને નીકળી ગયા હતા. ગુરુવારે એક દિવસમાં બે ભૂકંપ નોંધાયા હતા. ડિસેમ્બરના શરૂઆતમાં દક્ષિણ ફિલિપીન્સમાં 7.5 તીવ્રતાના આંચકા આવ્યા બાદ દક્ષિણી પશ્ચિમ તટ પર સુનામીની ચેતવણી ઈશ્યૂ કરાઈ હતી. તો વળી આ અગાઉ ગત વર્ષે પાંચ મેએ આવેલા 6.5ની તીવ્રતાના ભૂકંપથી સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જયારે કેટલીક ઈમારતો ધરાશાયી થઈ હતી.


