- પુત્રના મોતથી માતાને લાગ્યો આંચકો
- 56 વર્ષીય પુત્ર બાદ 86 વર્ષીય માતાએ પણ ગુમાવ્યો જીવ
- મગફળી વેચવા આવેલા ખેડૂતનું મોત
લુણાવાડાના દલવાઈ સાવલી ગામના 56 વર્ષીય અશ્વિન પટેલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ત્યારે પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાત સહન ન કરી શકતા 86 વર્ષિય માતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મૃત્યુ બાદ 5 મિનિટના અંતરમાં જ માતાએ જીવ ગુમાવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે. ત્યારે મહીસાગરમાં પણ હાર્ટ એટેકથી બે લોકોના મોત થયા છે. લુણાવાડામાં હાર્ટ એટેકથી માતા-પુત્રના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. હાર્ટ એટેકથી માતા-પુત્રનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.મહિસાગરના લુણાવાડામાં દલવાઈસાવલી ગામે અજબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પુત્રના મૃત્યુના 5 મિનિટમાં માતાનું મૃત્યુ થયું છે. 56 વર્ષીય પુત્ર અશ્વિનભાઈ પટેલનું હદય રોગના હુમલાથી મોત થયું હતું. જે બાદ માતને પણ આંચકો આવતા અવસાન થયું છે. ગામમાં એક સાથે માતા પુત્રની અંતિમયાત્રા નીકળી ગામમાં શોકની લાગણી વ્યાપી હતી.
આજે કુલ 7ના મોત
મળતી માહિતી અનુસાર લુણાવાડાના દલવાઈ સાવલી ગામના 56 વર્ષીય અશ્વિન પટેલનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ત્યારે પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાત સહન ન કરી શકતા 86 વર્ષિય માતાને પણ હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મૃત્યુ બાદ 5 મિનિટના અંતરમાં જ માતાએ જીવ ગુમાવ્યો હતો.જામનગર જિલ્લામાં 2 ખેડૂતના હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. નિકાવા ગામના પંકજભાઈ નામના 50 વર્ષના ખેડૂતનું હોર્ટ એટેકથી મૃત્યુ થયું છે જ્યારે હરીપર ગામના દામજી વસોયા નામના ખેડૂતનું હાર્ટએટેકથી મૃત્યુ થયુ છે. વાડીમાં કામ કરતા હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા મૃત્યુ થયુ તેમજ છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. આ ઉપરાંત અરવલ્લીના મોડાસામાં સાકરિયાના ખેડૂતનું હાર્ટએટેકથી મોત થયું છે. યાર્ડમાં મગફળી વેચવા ગયેલા ખેડૂતનું મોત થતાં પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે. 43 વર્ષના સુખાભાઇ ખાંટને હાર્ટએટેક આવ્યો છે. આ સિવાય રાજકોટમાં એક 22 વર્ષીય તબીબનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આમ એક દિવસમાં રાજ્યમાં કુલ 7ના મોતની જાણકારી સામે આવી છે.
હાર્ટ એટેકેને લઈ શું કહે છે NCRBના આંકડા
હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે. NCRB દ્વારા જારી કરાયેલા નવા આંકડા મુજબ, પાછલા વર્ષ 2022માં જ હાર્ટ એટેકના કેસમાં 12.5%નો વધારો થયો છે.
સરકારી આંકડા મુજબ 2022માં હાર્ટ એટેકના કારણે 32,457 લોકોના મોત થયા હતા, જ્યારે 2021માં હાર્ટ એટેકના કારણે 28,413 લોકોના મોત થયા હતા. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, 2022માં જ હાર્ટ એટેક અચાનક મૃત્યુનું ગંભીર કારણ બની ગયું છે. 2020 માં, 28,579 લોકો મૃત્યુ પામ્યા હતા પરંતુ 2021 માં આ સંખ્યા ઘટીને 28,413 પર પહોંચી હતી પરંતુ 2022 માં તે ફરી વધી અને સંખ્યા વધીને 32,457 થઈ ગઈ.
આ કારણે આવે છે હાર્ટએટેક
નિષ્ણાંતોએ ઘણા પરિબળો દર્શાવ્યા છે જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જેમ કે હાઈ સોડિયમ ડાયટ, કસરતનો અભાવ, ધૂમ્રપાન, વધુ પડતો દારૂ પીવો, ખૂબ સક્રિય ન હોવું વગેરે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે, હિમોગ્લોબિનનું ઊંચું સ્તર તમારા હૃદયના જોખમને પણ વધારી શકે છે.
અહેવાલ મુજબ આ વધારાના કોષો લોહીને ઘટ્ટ કરે છે. લોહીનો પ્રવાહને ધીમો કરે છે અને લોહીના ગંઠાવા જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. ‘નેશનલ હેરાલ્ડ’ અંગ્રેજીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, હેમેટોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના પ્રિન્સિપાલ ડાયરેક્ટર ડૉ. રાહુલ ભાર્ગવ કહે છે કે હાઈ હિમોગ્લોબિન લેવલને અવગણવું જોઈએ નહીં કારણ કે તે લોહીના ગંઠાઈ જવાના જોખમને વધારી શકે છે અને ક્યારેક સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાથ-પગમાં લોહી ગંઠાવા જેવી ખતરનાક પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.


