- ગામલોકો 22 વર્ષથી મૌન દિવાળી મનાવે છે
- નજીક આવેલા પક્ષી અભયારણ્ય સંદર્ભમાં આ નિર્ણય લેવાયો હતો
- પક્ષી અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો વાસ છે
ગયા રવિવારે દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ. લોકોએ ફટાકડા ફોડીને દિવાળી મનાવી. અનેક શહેરોમાં જોરદાર આતશબાજી થઈ હતી. બીજી તરફ તામિલનાડુના ઇરોડ જિલ્લાના સાત ગામે ફટાકડા નહીં ફોડવા નિર્ણય લીધો છે. નજીક આવેલા પક્ષી અભયારણ્યને ધ્યાને રાખીને સાત ગામના લોકોએ આ નિર્ણય લીધો હતો. કોઈ દબાણવશ નહીં પણ પક્ષીઓને હાનિ ના પહોંચે તે માટે ફટાકડા નહીં ફોડવા નિર્ણય લીધો હતો. નજીક આવેલા પક્ષી અભ્યારણ્યમાં વસી રહેલા પક્ષીઓને મુશ્કેલી નહીં વેઠવી પડે તે હેતુસર આ નિર્ણય લીધો હતો. પક્ષી અભ્યારણ્યમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો વાસ છે. ફટાકડાના અવાજ અને ઝગમગાટથી પક્ષી જીવનમાં ખલેલ પહોંચતી હોય છે. ઇરોડથી 10 કિ,.મી.ના અંતરે વદાગુમલ વેલ્લોડ નજીક પક્ષી અભયારણ્ય આવેલું છે.
ઓક્ટોબર-જાન્યુઆરી દરમિયાન અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ પહોંચતા હોય છે. પક્ષીની વિવિધ પ્રજાતિઓ ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન અહીં પહોંચતી હોય છે. હવે આ સમયગાળામાં જ દિવાળીની ઉજવણી થતી હોય છે. પક્ષી જીવનને ખલેલ ના પહોંચે તે હેતુસર સાત ગામના લોકોએ સાદગીથી દિવાળી મનાવવા નિર્ણય લીધો હતો.
ગામલોકો છેલ્લા 22 વર્ષથી પક્ષી સંરક્ષણ માટે આ નિર્ણયનું પાલન કરી રહ્યા છે. ગામલોકો કહે છે કે દિવાળી પર્વે બધા નવા વસ્ત્રો ખરીદે છે. ગામમાં તારામંડળ ફોડવાની છૂટ છે. પરંતુ અવાજ કરનારા ફટાકડા ફોડવાની મનાઈ છે. મૌન દિવાળી પાળી રહેલા ગામોમાં સેલપ્પમપલયમ,વદામુગમ વેલ્લોડ, સેમ્માંડમપાલયમ, કરુક્કનકટ્ટુ વલાસુ, પુંગમપાડી સહિતના ગામનો સમાવેશ થાય છે. દિવાળીના તહેવાર પર પક્ષીઓ માટે ગ્રામજનોની આ ખાસ પહેલની સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રશંસા થઇ હતી. લોકોએ ગ્રામજનોના વખાણ કર્યા હતા.