અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયામાં ચાર દિવસ વિતાવ્યા પછી હિંસા પર કાબૂ મેળવી શકાયો નથી. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણય વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને તે ખુબ ઉગ્ર થઈ ગયું છે. હેવ કેલિફોર્નિયાના રસ્તાઓ પર 700 મરીન જવાન ઉતારી દીધા છે. જેમનો હેતુ હિંસા પર કાબૂ મેળવવાનો છે.
પ્રદર્શનકારીઓએ અમેરિકાના ઝંડાનું કર્યું અપમાન
સોમવારે સેંકડો ઉપદ્રવિઓએ આગની ઘટનાને અંજામ આપ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણી ગાડીઓને સળગાવી નાખવામાં આવી હતી. આ સાથે જ પ્રદર્શનકારીઓએ અમેરિકાના ઝંડાનું અપમાન પણ કર્યું હતું. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકો ઝંડા પર પર થૂંક્યા પણ હતા. ટ્રમ્પ સરકારે પ્રદર્શનકારીઓની ધરપકડનો પણ આદેશ આપ્યો હતો.
અમેરિકાની પોલીસે પત્રકારને મારી રબર બૂલેટ
ઘણા પત્રકારો ઘટનાના કવરેજ માટે સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન અમેરિકાની પોલીસે એક ઓસ્ટ્રેલિયન પત્રકારને રબરની બૂલેટ મારી દીધી હતી. મહિલા પત્રકાર લોરેન ટોમાલસી લાઈવ રિપોર્ટીંગ કરી રહી હતી. આ દરમિયાન તેમની સાથે તેમનો કેમેરામેન પણ હાજર હતો, ત્યારે જ પોલીસે રબર બૂલેટ મારી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઈ. મહત્વની વાત તો એ છે કે તેને ગંભીર ઈજા પહોંચી નથી.