- 724 સ્કૂલોએ 15થી વધારે દિવસ હાજરી પૂરી નથી
- તમામ સ્કૂલોને નિયમોનું રોજેરોજ પાલન કરવા તાકીદ કરાઈ
- હવે સૂચનાઓનું પાલન નહીં કરે તો તંત્ર કડક કાર્યવાહી કરશે
ઓનલાઇન હાજરી પૂરવામાં 724 સ્કૂલો ગુલ્લી મારતી પકડાઈ છે. જેમાં સુરતની 724 સ્કૂલોને નિયત સમયમાં હાજરી પૂરવા તાકીદ કરાઇ છે. 724 સ્કૂલોએ 15થી વધારે દિવસ હાજરી પૂરી નથી તેમાં તમામ સ્કૂલોને નિયમોનું રોજેરોજ પાલન કરવા તાકીદ કરાઈ છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા નિયમિત હાજરી પૂરવા જણાવાયું
હવે સૂચનાઓનું પાલન નહીં કરે તો તંત્ર કડક કાર્યવાહી કરશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા નિયમિત હાજરી પૂરવા જણાવાયું છે. જેમાં સુરતની 724 સ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરીમાં ગુલ્લી મારતી પકડાઈ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી રોજ નિયત સમયમાં પૂરવા જણાવ્યું છે. તેમ છતાં સુરતની 724 સ્કૂલો આવું કરતી નથી જેથી આવી સ્કૂલોની યાદી જાહેર કરી છે.
તંત્રને કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે
આ સ્કૂલોએ 15થી વધારે દિવસ હાજરી પૂરી નથી. જેથી આ તમામ સ્કૂલોને તાકીદ કરવામાં આવે છેકે નિયમોનું રોજેરોજ પાલન કરે. હવે સૂચનાઓનું પાલન નહીં કરવામાં આવે તો તંત્રને કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


