- સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાની મર્યાદાથી વધારીને 65 ટકા અનામત
- નવી જોગવાઇઓ મુજબ હવે એસસી-એસટીને 22 ટકા અનામત મળશે
- હાલમાં એસસી એસટી વર્ગના લોકોને 16 અને 1 ટકા અનામત મળે છે
બિહાર વિધાનસભામાં આરક્ષણ સુધારા બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે, ત્યારબાદ જાતિ ક્વોટા સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત મર્યાદાથી ઉપર થઈ ગયો છે. આ સુધારા રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની નવી જોગવાઈ માટે છે. ત્યારબાદ, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણ 22 ટકા રહેશે, જ્યારે હાલમાં તેમને 16 અને 1 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે. તો, OBC અને EBC માટે હવે 18 અને 25 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે હાલમાં તેમને 12 અને 18 ટકા અનામતનો લાભ મળી રહ્યો છે.
મંગળવારે બિહાર વિધાનસભામાં મંજૂરી મળી હતી
બિહાર વિધાનસભામાં જાતિ સર્વેક્ષણ અહેવાલ રજૂ કર્યા પછી, મુખ્ય પ્રધાન નીતિશ કુમારની આગેવાની હેઠળની કેબિનેટે મંગળવારે રાજ્યમાં પછાત વર્ગો, અત્યંત પછાત વર્ગો અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે અનામત વધારીને 65 ટકા કરવાની દરખાસ્ત મંજૂર કરી હતી. બિહાર વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન ગૃહમાં આ વિધેયક પસાર કરવામાં આવશે. આ ઘટનાક્રમ ત્યારે થયો જ્યારે મુખ્યમંત્રી રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એસસી-એસટી),ની સાથે સાથે પછાત વર્ગ, અત્યંત પછાત વર્ગ માટે આરક્ષણને સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાની મર્યાદાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે સર્વેક્ષણ મુજબ SC જે કુલ વસ્તીના 19.7 ટકા છે, તેમને 20 ટકા અનામત મળવું જોઈએ જે 16 ટકા થી વધુ છે. કુલ વસ્તીના 1.7 ટકા વસ્તી ધરાવતા એસટી વર્ગનું આરક્ષણ 1 ટકાથી વધારીને 2 ટકા કરવું જોઈએ. ટમેને કહ્યું હતું કે ઓબીસી, જે વસ્તીના 27 ટકા છે તેમનું 12 ટકા આરક્ષણ મળવું જોઈએ. જ્યારે અત્યંત પછાત વર્ગ, EBC) જે વસતીના 36 ટકા વસ્તી ધરાવે છે તેમને 18 ટકા આરક્ષણ મળવું જોઈએ.
નીતિશ કુમારે પ્રસ્તાવ મૂક્યો હતો કે બંને સમુદાયોને એક સાથે 43 ટકા આરક્ષણ મળવું જોઈએ. આ વધારામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા આરક્ષણ સામેલ નથી. એક વરિષ્ટ સરકારી અધિકારીએ કહ્યું કે EWS કોટની સાથે બિહારનો પ્રસ્તાવ 75 ટકા આરક્ષણ સુધી વધી જશે.