- લૂંટારૂઓની ઇકો કાર ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવી
- કારમાં રોકડ ભરેલી બેગ ખાલી મળી આવી
- લૂંટારૂઓ CCTV ન હોય તેવી જગ્યાએ કાર મુકી ફરાર
સુરતના કતાર ગામમાં રૂપિયા 8 કરોડની લૂંટના મામલે લૂંટારૂઓની ઇકો કાર ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવી છે. તેમજ કારમાં રોકડ ભરેલી જે બેગ હતી તે ખાલી મળી આવી છે. લૂંટારૂઓ CCTV ન હોય તેવી જગ્યાએ કાર મુકી ફરાર થયા છે. જેમાં ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી લૂંટ ચલાવી હતી.
બંદૂક બતાવી લૂંટારૂ રોકડ લઇ ફરાર થયો
બંદૂક બતાવી લૂંટારૂ રોકડ લઇ ફરાર થયો હતો. તેમાં નાણાં અન્ય પેઢીમાં લઇને જતી વખતે લૂંટ થઇ હતી. જેમાં લૂંટારૂઓ ભોગ બનનારને ઉતારીને ફરાર થયા હતા. તેમજ પોલીસે ભોગ બનનાર વેપારીની પૂછપરછ કરી છે. આરોપીઓને શોધવા માટે પોલીસની કવાયત યથાવત છે.
જાણો શું હતી સમગ્ર ઘટના:
હીરા વેપારીને ત્યાં IT અધિકારી તરીકેની ઓળખ આપીને 8 કરોડ રૂપિયાની લૂંટ થઇ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હીરા વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. આ ઉપરાંત એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ પણ થઇ છે. હાલ તો પોલીસ નાકાબંધી કરીને આરોપીને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વિવિધ સ્થળો પર નાકાબંધી પણ કરવામાં આવી છે.


