- ભરૂચ જિલ્લાનું SSCનું પરિણામ ઊંચુ આવતા આનંદની લાગણી છવાઈ
- સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું 94.59 ટકા જયારે સૌથી ઓછું આમોદ તાલુકાનું 48.22 ટકા આવ્યું
- જિલ્લામાં એ-1 ગ્રેડમાં 385 વિદ્યાર્થીઓ આવ્યા હતા
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલા ધો.10 એસએસસી પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયુ હતુ. વેબસાઈટ પર ધો.10 નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ જોયા હતા જેમાં અનેક વિદ્યાર્થીઓ પાસ થતા તેઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી
ભરૂચ જિલ્લાનું પરિણામ આ વરસે 81.12 ટકા પરિણામ જાહેર થયુ હતુ. ભરૂચ જિલ્લામાં સૌથી ઉંચુ પરિણામ જાગેશ્વર કેન્દ્રનું 94.59 ટકા આવ્યુ હતુ જયારે જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આમોદ તાલુકાનું 48.22 ટકા આવ્યુ હતુ. ભરૂચ જિલ્લામાં એ-1 ગ્રેડમાં 385 વિદ્યાર્થીઓ આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં સૌથી ઉંચુ પરિણામ જાગેશ્વર કેન્દ્રનું 94.79 ટકા આવ્યુ હતુ જયારે જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ આમોદ તાલુકાનું 48.22 ટકા આવ્યુ હતુ. જિલ્લાના વિવિધ કેન્દ્રોની ટકાવારી જોતા આમોદ 48.22 ટકા, અંકલેશ્વર 83.28 ટકા, જીઆઈડીસી અંકલેશ્વર 91.11 ટકા, અંકલેશ્વર 2-82.47, અંકલેશ્વર 3-73.06, ભરૂચ 72.08 ટકા, ભરૂચ-2, 73.49, ભરૂચ-3, 85.78 ટકા, ભરૂચ-4, 86.94, હાંસોટ 85.58 ટકા, જંબુસર-62.97 ટકા, ઝઘડીયા-85.71 ટકા, પાલેજ-85.57 ટકા, વાલીયા- 88.38 ટકા, નબીપુર-76.36, વાગરા- 71.71, નેત્રંગ 91.88 ટકા, સામલોદ- 88.61, ટંકારીયા-84.43, કરમાડ-91.47 ટકા, નાહીયેર-82.35 ટકા, રાજપારડી 70.50 ટકા, દહેજ 92.59 ટકા, શુકલતીર્થ 78.41 ટકા, ત્રાલસા 81.10 ટકા, દરિયા 92.00 ટકા, દહેલી 78.26, જાગેશ્વર 94.79 ટકા, અંદાડા 79.54 ટકા, નહાર 79.42 ટકા, થવા 91.49 અને ગજેરા 74.53 ટકા પરિણામ આવ્યું હતું.
100% ટકા પરિણામ ધરાવતી 43 શાળાઓ
ભરૂચ જિલ્લામાં આજરોજ એસએસસી નું પરિણામ આવતા 100 ટકા પરિણામ ધરાવતી 43 શાળાઓ છે જે ગત વરસે માત્ર 16 હતી. જો કે 7 શાળાઓનું પરિણામ 30 ટકા કરતા ઓછુ આવેલ છે જયારે 3 શાળાઓ શુન્ય ટકા પરિણામ ધરાવે છે જે પૈકીની બે શાળાઓ બંધ થઈ ગયેલ છે.
ભરૂચની વિશ્વા પટેલ 99.99 પર્સન્ટાઈલ રેન્ક મેળવી રાજ્યમાં મોખરે
ભરૂચની એમિટી સ્કુલમાં ગુજરાતી મિડીયમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વિશ્વા સંજયભાઈ પટેલે ધો.10 ની પરીક્ષાના પરિણામમાં ટયુશન વગર 99.99 પર્સેન્ટાઈલ સાથે રાજ્યમાં મોખરે રહી હતી. તેણીએ 600 માંથી 591 ગુણ પ્રાપ્ત કર્યા હતા. ગણિત અને સંસ્કૃતમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. સફળતાનો સમગ્ર શ્રોય શાળા અને સ્કુલના શિક્ષકો સાથે માતા-પિતાને આપ્યો છે. વિશ્વા પટેલ દરરોજ 9 થી 10 કલાક વાંચન કરતી હતી. વિશ્વા ભવિષ્યમાં એન્જિનીયરીંગ લાઈનમાં જવાની ઈચ્છા ધરાવે છે.
જિલ્લાનું ઊંચુ પરિણામ
ભરૂચ જિલ્લાનું એસએસસીનું પરિણામ 61.07 ટકા આવ્યુ હતુ જે વધીને આ વરસે 81.12 ટકા આવેલ છે. આવા ઉંચા પરિણામના પગલે ભરૂચ જિલ્લામાં આનંદની લાગણી છવાઈ તે સ્વભાવિક બાબત છે. જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ અને શિક્ષણ નિરિક્ષક ડો.દિવ્યેશ પરમારે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓની મહેનત ઉપરાંત શાળાઓમાં અપાતુ વિદ્યાર્થીઓ પર ધ્યાન તેમજ પ્રશ્નપત્રની જુદી પધ્ધતિ અને મુલ્યાકંન પધ્ધતિના કારણે ઉંચુ પરિણામ આવેલ છે.


