સૌથી વધુ મોરબીનું ૯૨.૮૦ અને સૌથી ઓછુ છોટાઉદેપુરનું ૫૧.3૬ ટકા : એ ગ્રેડમાં ૧૦3૪ પાસ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે ૧૭ ટકા જેટલું ઉંચુ પરિણામ આવતા ૮૨.૪૫ ટકા જાહેર થયું છે. જેમાં ફરી વખત મોરબી જિલ્લાએ પોતાનો પ્રથમ નંબરનો ક્રમાંક જાળવી રાખતા સમગ્ર રાજયમાં ૯૨.૮૦ ટકા સાથે ફરી પ્રથમ નંબરે આવ્યો છે. જયારે ૫૧.3૬ ટકા સાથે છોટા ઉદેપુરનું સૌથી ઓછુ પરિણામ જાહેર થયું છે. તેમજ સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રોમાં કુંભારીયા ૯૭.૯૭ ટકા અને સૌથી ઓછુ પરિણામ બોડેલીનું ૪૭.૯૮ ટકા પરિણામ આવ્યું છે. ૧૦3૪ છાત્રોએ એ-ગ્રેડ મેળવ્યો છે. ૧૦૦ ટકા પરિણામ મેળવવામાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે. ગત વર્ષે ૭૬ જેટલી શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું. જેની સામે આ વર્ષે માત્ર ૨૭ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. વિદ્યાર્થીઓનું ૮૨.૫3 ટકા અને વિદ્યાર્થિનીઓનું ૮૨.3પ ટકા પરિણામ જાહેર થયું છે. A ગ્રુપ માં 90.11, B ગ્રુપમાં 78.34 અને AB ગ્રૂપમાં 68.42 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે 20 દિવસ વહેલું પરિણામ જાહેર થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટનું 92.06 ટકા
ગુજરાત બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટમાં રાજકોટનું 92.06 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. 96 વિદ્યાર્થીઓએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.


