- ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આવતા હોય છે
- એરંડાનો ભાવ રૂ.1085થી રૂ.1153નો ખેડૂતો માટે પોષણક્ષમ રહ્યો
- પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની આવક 1124 બોરી અને એરંડાની આવક 8552 બોરીની થઈ
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના ઉત્પાદનનો ખરો તોલ ખુલ્લી હરાજી અને રોકડા નાણાનું ચૂકવણું કરાતું હોવાથી પાટણ પંથક સહિત આજુબાજુના ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવતા હોય છે. હાલમાં પાટણ માર્કેટયાર્ડમાં રાયડા અને એરંડાના માલનું વેચાણ કરવા ખેડૂતો મોટીસંખ્યામાં સવારથી જ આવતા હોય છે. સોમવારના રોજ પાટણ માર્કેટયાર્ડમાં રાયડાની આવક 1124 બોરી અને એરંડાની આવક 8552 બોરીની થઈ હોવાનું માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું હતું. વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે સોમવારે રાયડાનો ભાવ રૂ.900થી રૂ.1024 અને એરંડાનો ભાવ રૂ.1085થી રૂ.1153નો ખેડૂતો માટે પોષણક્ષમ રહ્યો હોવાનું જણાવ્યું હતું.


