89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી ૨૧મી માર્ચ, ‘વિશ્વ કવિતા દિવસ’ના અવસરે રાજકોટનું લોકપ્રિય રેડિયો સ્ટેશન 89.6 FM રેડિયો રાજકોટ સાહિત્ય અને કવિતાના પ્રેમીઓ માટે એક વિશેષ ભેટ લઈને આવી રહ્યું છે. ‘શબ્દોત્સવ’ શીર્ષક હેઠળ યોજાનારા આ ખાસ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્ય જગતના દિગ્ગજ કવિઓ અને કલાકારો રેડિયોના માધ્યમથી શ્રોતાઓ સાથે સીધો સંવાદ કરશે.
આ કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં શબ્દોના જાદુગર ગણાતા કવિ શ્રી બળવંત જાની અને લાગણીઓના શિલ્પી કવિ શ્રી કૃષ્ણ દવે ઉપસ્થિત રહીને પોતાની લોકપ્રિય રચનાઓ રજૂ કરશે અને મનની વાત શ્રોતાઓ સુધી પહોંચાડશે. સુનિલ જાદવ ગેસ્ટ RJ તરીકે જોડાશે.
આ વિશેષ પ્રસારણમાં જાણીતા વ્યક્તિત્વ શ્રી સુનિલ જાદવ ગેસ્ટ RJ તરીકે ભૂમિકા ભજવશે. તેઓ રાજકોટના અનેક સ્થાનિક કવિઓ સાથે વિશ્વ કવિતા દિવસના મહત્વ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરશે અને કવિતાના વિવિધ પાસાઓ પર મનનીય સંવાદ કરશે. હૃદયથી હૃદય સુધી પહોંચતો આ સંવાદ રાજકોટના સાહિત્યિક આકાશને એક નવી ઊંચાઈ આપશે.
પ્રસારણ આવતીકાલ તા.૨૧ માર્ચના (વિશ્વ કવિતા દિવસ) નિમિતે સવારે ૧૦:૦૦ થી બપોરે ૦૨:૦૦ વાગ્યા સુધી, પુનઃ પ્રસારણ: રાત્રે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી માત્ર 89.6 FM રેડિયો રાજકોટ પર થશે. રાજકોટની જનતા અને કવિતા પ્રેમીઓને આ અનોખા ‘શબ્દોત્સવ’માં જોડાવા અને સાહિત્યિક સફરનો આનંદ માણવા 89.6 FM રેડિયો રાજકોટ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


