- ઘીની ફેક્ટરી પર શંકા પડતાં રેડ, 3200 કિલો જથ્થો જપ્ત
- ડીસા એટલે ડી ફોર ડુપ્લિકેટના નામે સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે
- ફ્રૂડ વિભાગ દ્વારા ભેળસેળ કરતા તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી પણ કરી
બનાસકાંઠાના ડીસામાં પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત દરોડામાં બે ફેક્ટરીમાંથી આશરે રૂ. 9.50 લાખની કિંમતનું ભેળસેળયુક્ત ઘી ઝપડપાયું છે. સાથે જ આવા બનાવટી વનસ્પતિ ઘીનો 3,200 કિલોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ડીસા એટલે ડી ફોર ડુપ્લિકેટના નામે સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે. ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર સહિત અનેક વસ્તુઓની ભેળસેળ થતું હોવાનું જગ જાહેર છે. અનેક વખત ફ્રૂડ વિભાગ દ્વારા ભેળસેળ કરતા તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. ત્યારે રવિવારે મોડી રાત્રે ડીસા તાલુકા પોલીસને માહિતી મળેલ કે ડીસા તાલુકાની હદમાં આવેલ પીએન ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બનાવતી ઘી ની મીની ફેક્ટરી શંકાસ્પદ હોવાની માહિતી મળતા ડીસા તાલુકા પોલીસની ટીમ પીએન ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પહોંચી શંકાસ્પદ ઘી ની મિની ફેક્ટરીને સીલ કરવામાં આવી હતી.
પદ્મનાથ ફૂડ અને ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાંથી ભેળસેળયુક્ત ઘી મળતાં બંને ફેક્ટરીને સીલ મારવામાં આવ્યા છે.


