- ખાસ કરીને બાળકોમાં જોવા મળતો રોગ
- ગાલના પાછળ અને કાનની નીચેના ભાગે સોજો આવવાના મુખ્ય લક્ષણ
- ચેપી રોગ હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હિતાવહ
મહેસાણા જિલ્લામાં લાપોટિયું (મમ્સ)ના રોગથી લોકો પરેશાન થઇ રહ્યા છે.ત્યારે મહેસાણા આરોગ્ય વિભાગના ચોપડે 9 કેસ નોધાયા છે. ગાલના પાછળ અને કાનના નીચેના ભાગમાં સોજો આવવા તેના મુખ્ય લક્ષણ છે. શહેરની કેટલીક ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ સામે આવ્યા છે. લાપોટિયુ(મમ્સ) પરાશ્લેષ્મ વિષાણુથી થતો અને થૂંકબિંદુઓથી ફેલાતો ચેપગ્રસ્ત રોગ છે. આ રોગ મુખ્યતે ચોમાસામાં તો ખાસ કરીને બાળકોમાં જોવા મળતો રોગ છે. આ એક સામાન્ય રોગ છે.તો એક સપ્તાહમાં યોગ્ય સારવાર મળતા દર્દી રોગ મુક્ત થઇ શકે છે. મહેસાણા શહેરમાં કેટલીક ખાનગી હોસ્પિટલમાં મમ્સ રોગના કેટલાક દર્દીઓ જોવા મળ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં પણ પખવાડિયા દરમિયાન 9 જેટલા દર્દીઓ નોંધાયા હતા.
ચેપી રોગ હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હિતાવહ
આ અંગે મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુહાગ શ્રીમાળીના જણાવ્યા મુજબ લાપોટિયુ ચેપી રોગ હોવાથી લોકોએ તેનાથી બચવાં માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ,તો સાબુથી હાથ ધોવા જોઈએ સહીતની કાળજી રાખવાથી આ રોગથી બચી શકાય છે.તો દર્દીને લાગેલ ચેપ વાળા ભાગ પર ભીનું કપડું લગાવવાથી તેને આરામ મળી શકે છે.
મમ્સથી ડરવાની જરૂર નથી
આ રોગના જાણકારોના જણાવ્યા મુજબ (લાપોટિયુ)મમ્સ રોગ સામાન્ય અને પરાશ્લેષ્મ વિષાણુથી થતો રોગ છે.આ ચેપી રોગ છે.ત્યારે ચેપગ્રસ્ત દર્દીને ગાલના પાછળ અને કાનના નીચેના ભાગે સોજો અવવાથી દુખાવો રહેતો હોય છે.જોકે યોગ્ય સારવાર મળી રહેતો દર્દી 7 દિવસમાં રોગ મુક્ત બની શકે છે.


