સૌથી વધુ બોટાદનું 96.40 ટકા, સૌથી ઓછું જૂનાગઢનું 84.81 ટકા
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા આજે ધો. 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ બોટાદ જિલ્લાનું 96.40 ટકા અને સૌથી ઓછું જૂનાગઢનું 84.81 ટકા પરિણામ આવ્યું છે. જાહેર થયેલા પરિણામમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું 99.61 ટકા અને સૌથી ઓછું કચ્છના ખાવડા કેન્દ્રનું 51.11 ટકા પરિણામ જાહેર થયું છે. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 3.47 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 100 ટકા પરિણામ આપનાર શાળામાં ચાર ટકા વધારો થયો છે. જેમાં ગત વર્ષે 311ની સામે આ વર્ષે 1609 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. તેમજ 19 શાળાનું 10 ટકાથી ઓછું પરિણામ જાહેર થયું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. વિદ્યાર્થિનીઓનું 94.36 ટકા અને વિદ્યાર્થીઓનું 89.45 ટકા પરિણામ જાહેર થયું છે.
રાજકોટનું 93.29 ટકા પરિણામ
ધો.12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજકોટ જિલ્લાનું 93.29 ટકા પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે.


