વડોદરાના આટલાદરા ખાતે મહોત્સવની ચાતી તડામાર તૈયારી
BAPSના વડા મહંત સ્વામીનો ૯૨મો જન્મજયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે
બે લાખથી વધુ હરિભકતો, ૧૪ દેશોમાંથી ૧3 હજાર NRI ભકતો ઉપસ્થિત રહેશે
અગ્ર ગુજરાત, રાજકોટ
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભવ્ય અને ઐતિહાસિક રીતે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ વડોદરાના અટલાદરા ખાતે યોજાશે. આ મહોત્સવમાં બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ સ્થાપિત થવાની શક્યતા છે, જ્યારે અંદાજે બે લાખથી વધુ હરિભક્તો તેમજ 14 દેશોમાંથી 13 હજારથી વધુ NRI ભક્તો ઉપસ્થિત રહેશે. આખા મેદાનમાં 14 હજાર સ્વયંસેવકો ખડેપગે તૈયારીઓમાં જોડાયા છે.
આ અવસરે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા મહંત સ્વામી મહારાજને બે વિશેષ બહુમાનપત્રો અર્પણ કરવામાં આવશે. ઈંગ્લેન્ડથી આવેલા ગિનિસના અધિકારીઓ દ્વારા આ બહુમાન આપશે. જેમાં પ્રથમ બહુમાન 15000થી વધુ બાળકો દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના સંપૂર્ણ મુખપાઠ બદલ આપવામાં આવશે.
આ સાથે અન્ય એક એવોર્ડ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના નિર્માણમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોનું નિર્માણ થયું હતું અને મહંત સ્વામી મહારાજ તેમના અનુગામી તરીકે આ વારસાને આગળ વધારી રહ્યા છે. આ બહુમાન તેઓ સ્વીકારશે. મહોત્સવ સ્થળે અંદાજે 350 એકર જમીનમાં 14,000 જેટલા સ્વયંસેવકો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. અંદાજિત બે લાખથી વધુ હરિભક્તો તેમજ દેશ-વિદેશના લાખો ભક્તો હાજર રહેશે.
જન્મજયંતી ઉપલક્ષે અનેક વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લાભ પાંચમના દિવસે 140 ઔદ્યોગિક એકમોમાં મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે 1292 બાળ-બાલિકાઓ દ્વારા 292 કુંડ પર વિશ્વશાંતિ યજ્ઞ, જબલપુરથી વડોદરા સુધી 92 યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ તેમજ 7200 જેટલી મહિલા પ્રેરણા સભાઓનું આયોજન થયું હતું. શહેરમાં હરિભક્તોએ એક લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને ભાવિકોને મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
બે રાજયના મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજરી આપશે
આ બાબતે ડો જ્ઞાનવત્સલ્ય સ્વામીએ જણાવ્યું હતું કે, આ આપના વડોદરાના આંગણે ભવ્ય મહોત્સવ થવા જઈ રહ્યો છે. મહંત સ્વામીએ 92 વર્ષના જીવન કાળમાં જે કઈ આપ્યું છે જેને લઈ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મહંત સ્વામી મહારાજ ગુરુ પાડે આવ્યા ત્યારે છેલ્લા નવ વર્ષમાં દર છઠ્ઠા દિવસે એક મંદિર અને નવમા દિવસે એક સંતની ભેટ આપી છે. વધુમાં કહ્યું કે, બે રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશ કે જ્યાં મહંત સ્વામીનું જન્મસ્થાન હે જબલપુર ડો મોહન યાદવની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં બે લાખથી વધુ ભક્તો અને દુનિયાના 14 દેશોના 13 હજારથી વધુ ભક્તો NRI પધારશે.


