– કન્ઝયુમર ઇન્ફોર્મેશન શીટમાં ફેરફાર કરાશે જેથી વીમા પાલિસીની મૂળભૂત સુવિધાઓ સરળતાથી સમજી શકાય
Updated: Nov 1st, 2023
મુંબઈ : ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડાઈ) એ આદેશ આપ્યો છે કે વીમા કંપનીઓએ ૧ જાન્યુઆરી, ૨૦૨૪થી ગ્રાહકોને વીમાની મુખ્ય સુવિધાઓની વિગતો ફરજિયાતપણે પ્રદાન કરવી જોઈએ. આ ઓર્ડરનો હેતુ વીમા કરારની કાનૂની શરતોને સરળ બનાવવાનો છે.
આ સાથે, વીમા પોલિસી ખરીદનાર તે નિયમો અને શરતોને સરળતાથી સમજી શકશે જે ફરજિયાત છે. રેગ્યુલેટરને પોલિસી ધારકો તરફથી ઘણી ફરિયાદો મળી છે. તેનું કારણ એ છે કે વીમાકર્તા અને વીમાધારક વચ્ચેની માહિતીને સમજવામાં એકરૂપતાનો અભાવ છે.
રેગ્યુલેટરના આ આદેશને ધ્યાનમાં રાખીને, હાલની કન્ઝયુમર ઇન્ફોર્મેશન શીટમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી કરીને વીમા પૉલિસીની મૂળભૂત સુવિધાઓ સરળતાથી સમજી શકાય. વીમાધારકની વિનંતી પર કન્ઝયુમર ઇન્ફોર્મેશન શીટમાં સ્થાનિક ભાષામાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વીમાધારકને પૉલિસી કવરેજ (દા.ત. હાસ્પિટલના ખર્ચ), પાલિસી દ્વારા આવરી લેવામાં ન આવતા ખર્ચ, ચુકવણી માટે લેવામાં આવેલ સમય, આવરી લેવાયેલા ખર્ચની નાણાકીય મર્યાદા, દાવાની પ્રક્રિયા અને ફરિયાદ/નિવારણ પદ્ધતિ વિશે માહિતી પૂરી પાડવામાં આવશે.