- ગુજરાતીઓમાં પ્રિય છે ફૂલવડી
- ચણાના લોટની આ વાનગી બનશે ફટાફટ
- કોઈ પણ સમયે હેલ્ધી નાસ્તાની સારશે ગરજ
દિવાળીના તહેવારમાં દરેક ગુજરાતી ઘરોમાં અનેક નાસ્તા બનતા જ હોય છે. તમે પણ આ દિવાળીએ ઘરે નાસ્તો બનાવવા ઈચ્છો છો તો ફૂલવડી ચોક્કસથી બનાવી લેજો. આ પરંપરાગત વાનગી છે અને સાથે જ ગુજરાતીઓમાં પ્રિય છે. આ વાનગીની મજા ચા સાથે વધી જાય છે. તો બહારથી તૈયાર ફૂલવડી લાવવાના બદલે તમે તેને ઘરે જ સરળતાથી બનાવી શકો છો. તો ફટાફટ કરી લો તૈયારીઓ.
ફૂલવડી
સામગ્રી
- 250 ગ્રામ કરકરા ચણાનો લોટ
- મરી
- ધાણાનાં ફાડિયા
- ખાંડ
- તેલ પ્રમાણસર
- મીઠું સ્વાદાનુસાર
- મરચું
- હળદર
- ધાણાજીરું
- હીંગ
- સોડા
- દહીં
રીત
ચણાના લોટમાં તેલ અને દહીં નાખી સાધારણ બાંધવો. તેમાં ધાણા તથા મરી નાખી લોટને એકાદ કલાક રહેવા દેવો. પછી એક ચમચો ગરમ તેલ રેડવું. લોખંડની કડાઈમાં તેલ ભરી ફૂલવડીનો ઝારો રાખવો. ઝારા પર તૈયાર લોટ ઘસીને ફૂલવડી પાડવી. લાલ થાય એટલે ઉતારી લેવી. ગરમાગરમ ફૂલવડીને ઠંડી કરીને એક ટાઈટ ડબ્બામાં ભરી દો. તમે અઠવાડિયા કે 10 દિવસ સુધી તેનો સ્વાદ માણી શકશો. મહેમાન આવે તો નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન પૂરવાર થાય છે. તીખો અને થોડો ગળ્યો ફૂલવડીનો સ્વાદ સૌ કોઈને પસંદ આવે છે.