- પનીર ટિક્કા, વેજિટેરિયન કબાબ બનશે બેસ્ટ ઓપ્શન
- સ્વીટ કોર્ન ચાર્ટ પણ છે બેસ્ટ ડિશ
- ખીર અને મોજિતો પણ આવશે મહેમાનોને પસંદ
દિવાળીમાં થોડા દિવસો બાકી છે ત્યારે દરેક ઘરમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઈ છે. નવા કપડા, મિઠાઈ અને ટેસ્ટી ફૂડ્સની સાથે તહેવાર ઉજવવામાં આવશે. ફેસ્ટિવલમાં ડિનર પાર્ટી પણ હોસ્ટ કરવામાં આવે છે. તો સાથે તમે આ પાર્ટીમાં કેટલીક ખાસ વાનગીઓ બનાવી લેશો તો તમે તેને સરળતાથી માણી શકશો અને પાર્ટી પણ એન્જોય કરી શકશો.
આ વાનગીથી વધશે પાર્ટીની મજા
વેજિટેરિયન કબાબ
માર્કેટમાં હવે શાક અને અન્ય ચીજોથી બનતા કબાબ ખાસ છે. નોનવેજ ન ખાનારા માટે સોયાબીનથી બનતી ચીજો બેસ્ટ ઓપ્શન છે. વટાણા અને સોયાબીનના કબાબ બેસ્ટ ઓપ્શન છે. કહેવાય છે કે સ્વાદિષ્ટ કબાબથી તમારું પેટ અને મન બંને ભરાશે. ડિનર પાર્ટીમાં મહેમાનોના વેજ કબાબનો સ્વાદ જરૂર ચખાડો.
પનીર ટિક્કા
વેજિટેરિયન માટે આ બેસ્ટ સ્ટાર્ટર છે. તેનો સ્વાદ સારો લાગે છે. તેના માટે બાળકો પણ તૈયાર રહે છે. તેના કારણે મહેમાનો માટે તેને ઘરે જ બનાવી શકાય છે. કેમકે સરળ રેસિપિ સાથે તેને બનાવી શકાય છે.
સ્વીટ કોર્ન ચાટ
હેલ્ધી અને ટેસ્ટી સ્નેકની મદદથી બાળકો અને વૃદ્ધોને ખુશ કરી શકાય છે. ખાસ વાત એ છે કે શુગર પેશન્ટ પણ આ ડિશની મજા લઈ શકે છે. વેજિટેરિયન્સ દિવાળી પર સ્પેશિયલ ખાવાનું ઈચ્છે છે તો વેજિટેબલ્સની સાથે તૈયાર કરાયેલી આ ચાટ બેસ્ટ રહે છે.
જાંબુ મોજિતો
તેમાં તમે જામુન મોજિતો બનાવી શકો છો. તેને જાંબુના રસ, લીંબુ, સિંધવ મીઠું અને સોડા સાથે મિક્સ કરીને બનાવી શકાય છે. તેમાં બરફનો ઓપ્શન ઓપ્શનલ છે. તમે જરૂરિયાત પ્રમાણે તેને યૂઝ કરી શકો છો.
ગળ્યામાં પીરસો ખીર
ગુલાબ જાંબુ, રસગુલ્લા કે અન્ય મિઠાઈમાં વધારે ખાંડ આવે છે. તમે તેમાં હેલ્ધી ઓપ્શન ઈચ્છો છો તો ખીરની પસંદગી કરી શકો છો, તમે તેમાં ઓછી ખાંડની ખીર કે શુગર ફ્રી ગોળી પણ યૂઝ કરી શકો છો. આ પ્રકારનું મેન્યૂ તમારા મહેમાનોને ખુશ કરશે અને તમારા તહેવારની રંગત વધારશે.