- પ્રોસેસ્ડ શુગરને બદલે નેચરલ ચીજો ખાઓ
- મધ અને ગોળનું શક્ય તેટલું વધારે સેવન કરો
- હલવા કે ડ્રાય ફ્રૂટ્સ શેકનું પ્રમાણ વધારો
ફેસ્ટિવ સીઝનમાં તમામ પ્રકારના પકવાન અને મિઠાઈઓ બને છે. આમ તો બંને ચીજોના વિના તહેવાર અધૂરો રહે છે. દિવાળીના તહેવારમાં થોડા દિવસ બાકી છે ત્યારે ખાનપાન પર લોકોનો કંટ્રોલ રહેતો નથી. ધ્યાન રાખવાનું આપણે ચૂકી જતા હોઈએ છીએ. તો જાણો કેવી રીતે તમે ડાયાબિટીસ પેશન્ટ છો તો ગળ્યું ખાવાની સાથે સાથે તમારી હેલ્થનું પણ ધ્યાન રાખી શકો છો. એક્સપર્ટ કહે છે કે ડાયાબિટીસના પેશન્ટ ગળ્યું ખાતા રહેવું પરંતુ જો ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય તો વધારે ગળ્યું ખાઈ લેવાથી બ્લડ શુગર વધી જાય છે અને ગળ્યું ખાવાના શોખીન છો તો તમારા માટે કેટલાક ખાસ ઓપ્શન પણ છે. જેને તમે ફોલો કરી લેશો તો તમારી ગળ્યું ખાવાની ઈચ્છા સંતોષાશે.
નેચરલ ચીજો ખાઓ
વધારે પ્રમાણમાં પ્રોસેસ્ડ શુગર ખાવાને બદલે નેચરલ ગળી વસ્તુને પસંદ કરો. તમે સફરજન અને પપૈયાને ખાઈ શકો છો. તેમાં વિટામિન, પ્રોટીન સહિત અન્ય અનેક તત્વો સિવાય ફ્રૂક્ટોઝ અને ગ્લુકોઝ પણ હોય છે. તેનાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે. તમે ગળ્યાની ક્રેવિંગને શાંત કરી શકો છો.
હલવો કે ડ્રાય ફ્રૂટ શેક
તમને ગળ્યું ખાવાનું શોખ છે તો બાજરીના લોટથી બનેલો હલવો, બાજરીની લાપસી અને ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકો છો. મિઠાઈમાં જો ગોળની ચાસણીની ચીજો ડાયટમાં સામેલ કરો. આ સાથે તમે મધની સાથે દહીં અને ડાર્ક ચોકલેટના એક ટુકડાનું સેવન પણ કરી શકો છો.
મધ અને ગોળ
મધ અને ગોળને નેચરલ સ્વીટનર માનવામાં આવે છે. ગોળને આયર્નનો રિચ સોર્સ માનવામાં આવે છે. તેને ખાવાથી શરીરને નુકસાન થતું નથી. તમે ગોળની ચા પણ પી શકો છો. શિયાળાની સીઝનમાં ગોળ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે.