- વર્લ્ડ કપની મેચમાં ભારતે શ્રીલંકાને 302 રને હરાવ્યું
- જીતમાં મોહમ્મ શમીની ભૂમિકા મહત્વની રહી હતી
- મેચ દરમિયાન કોહલી માટે ફેન્સે કરી ડિમાન્ડ
2 નવેમ્બરે ભારત અને શ્રીલંકા વચ્ચે મહત્વપૂર્ણ મેચ રમાઈ હતી. જેમાં ભારતે વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. આ મેચ ખરેખર બહુ રસપ્રદ રહી હતી. આ મેચ દરમિયાન કોહલીના ચાહકોએ એક રસપ્રદ માંગ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોહલી માચે ફેન્સની રસપ્રદ માગ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત નોંધાવી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 302 રને હરાવ્યું. મોહમ્મદ શમીએ ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શમીએ પાંચ વિકેટ લીધી હતી. જ્યારે વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને 88 રન બનાવ્યા. કોહલીના ઘણા ફેન્સ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે મેચ દરમિયાન એક રસપ્રદ માંગ કરી હતી. ચાહકોએ વાનખેડેમાં કોહલીને બોલિંગ આપવાની માંગ કરી હતી. આનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો થયો વાયરલ
વાસ્તવમાં ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં કોહલીના ફેન્સ તેને બોલિંગ આપવાની માંગ કરી રહ્યા છે. હજારો ફેન્સ આ વીડિયો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર ઘણા ફેન્સે રસપ્રદ કોમેન્ટ્સ પણ કરી છે. કોહલીએ બેટિંગમાં શ્રેષ્ઠતા દર્શાવી છે. આ સાથે તેમણે બોલિંગ પણ કરી છે. તેમણે અત્યાર સુધી 49 વનડે ઇનિંગ્સમાં 4 વિકેટ ઝડપી છે. કોહલીએ 13 T20 ઈન્ટરનેશનલ ઈનિંગમાં 4 વિકેટ પણ લીધી છે. તેમણે IPLમાં પણ વિકેટ લીધી છે. જોકે, ટેસ્ટમાં તેને વિકેટ મળી ન હતી.
ભારતનો સેમિફાઈનલમાં પ્રવેશ
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેણે અત્યાર સુધીમાં 7 મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ભારતના 14 પોઈન્ટ છે. આ યાદીમાં દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. તેણે 7માંથી 6 મેચ રમી છે અને તેના 12 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાએ 6માંથી 4 મેચ જીતી છે. તેના 8 પોઈન્ટ છે અને તે ત્રીજા સ્થાને છે. ન્યુઝીલેન્ડની ટીમ ચોથા સ્થાને છે અને તેના પણ 8 પોઈન્ટ છે. ભારતની આગામી મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ 5 નવેમ્બરે રમાશે. આ પછી નેધરલેન્ડ સાથે મેચ રમાશે. આ મેચ 12 નવેમ્બરે રમાશે.